ગુજરાત
News of Thursday, 14th March 2019

હવે ઘરે બેઠા બનાવી શકશો વોટર કાર્ડ :ઈલેક્શન કમિશને લોંચ કરી એપ્પ

કોઈપણ સુધારા કે માહિતી માટેઓફિસના ધક્કા નહીં ખાવા પડે :વોટર લિસ્ટમાં રજીસ્ટ્રેશન અને નવું વોટર આઈડી માટે અરજી કરી શકાશે

 

અમદાવાદ ;હવે ઘર બેઠા વોટર કાર્ડ બનાવી શકાશે વોટર કાર્ડમાં કોઈપણ સુધારા કે માહિતી માટે સરકારી ઓફિસના ધક્કા ખાવામાંથી મુક્તિ મળી શકશે લોકસભા ચૂંટણી 2019ને ધ્યાનમાં રાખીને ઇલેક્શન કમિશને વોટર હેલ્પલાઇન નામની એક એપ લોન્ચ કરી છે. જે ગુગલ પ્લે સ્ટોર પરથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે.

     એપને ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલાં ગુગલ પ્લે સ્ટોરમાં જવું પડશે. જ્યાં વોટર હેલ્પલાઇન સર્ચ કરવું પડશે. સર્ચ કરતાં સામે વોટર હેલ્પલાઇન નામની એક એપ દેખાશે. જેને ડાઉનલોડ કરવી પડશે. 11MBની એપ ડાઉનલોડ કરશો તો એક ડિસ્ક્લેમર મળશે. જે એક્સેપ્ટ કર્યા બાદ તમે તેના ફીચર્સ યુઝ કરી શકશો. પછી રજિસ્ટ્રેશન કરવું પડશે. હવે એપની મદદથી તમે વોટર કાર્ડમાં ઘરે બેઠા કરેક્શન કરી શકશો.

    પહેલીવાર બન્યું છે કે ઇલેક્શન કમિશને વોટર્સની મુશ્કેલીઓ દૂર કરવા માટે પ્રકારની એપ રજૂ કરી છે. એપમાં પાછલી લોકસભાની ચૂંટણી વિશે પણ માહિતી મળશે. ઉપરાંત ઇવીએમ અને વીવી પેટ મશીનનો ઉપયોગ પણ જાણી શકાશે

    એપનો ઉપયોગ કરી તમે વોટર લિસ્ટમાં રજિસ્ટ્રેશન અથવા નવું વોટર આઇડી કાર્ડ બનાવવા માટે અરજી પણ કરી શકો છો. ઉપરાંત વોટર લિસ્ટમાં તમારું નામ તપાસવાનો પણ વિકલ્પ છે. બીજા વિધાનસભા ક્ષેત્રમાં શિફ્ટ થતાં એપની મદદથી તમે ફેરફાર કરી શકશો.

(12:51 am IST)