ગુજરાત
News of Thursday, 14th March 2019

કોમ્પ્યુટર પાર્ટ્સ અને એસેસરીઝના સ્મગલિંગના રેકેટનો પર્દાફાશ : 3 કરોડનો મુદામાલ ઝડપાયો : ગુજરાતના વેપારીઓની સંડોવણી

હોંગકોંગ, ઓસ્ટ્રેલિયા, દુબઇ અને સાઉથ કોરિયાથી આવતા કોમ્પ્યુટરના પાર્ટ્સને મોંઘાભાવે વેચવાનું કારસ્તાન

 

અમદાવાદ ;રાજ્યમાં ચૂંટણી આચાર સંહિતા અમલી બન્યા બાદ રાજ્યમાં ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે,ત્યારે હાલ ચૂસ્ત બંદોબસ્ત હોવાને કારણે અમદાવાદમાં જૂના કોમ્પ્યુટર પાર્ટ્સ અને એસેસરીઝના સ્મગલિંગના રેકેટનો પર્દાફાશ થયો છે

   મળતી વિગત મુજબ રાજ્યની DRIની ટીમે અમદાવાદમાં કેટલાક સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં જૂના કોમ્પ્યુટરના પાર્ટસ અને એસેસરીઝના સ્મગલિંગના રેકેટનો પર્દાફાશ થયો હતો. દરમિયાન તપાસ કરતાં સામે આવ્યું કે હોંગકોંગ, ઓસ્ટ્રેલિયા, દુબઇ અને સાઉથ કોરિયાથી કોમ્પ્યુટરના પાર્ટ્સ આવતા હતા જેને મોંઘી કિંમતે બજારમાં વેચવામાં આવતા હતા

સાથે DRIની ટીની તપાસમાં આમે આવ્યું કે સમગ્ર સ્મગલિંગના રેકેટમાં દિલ્હી અને ગુજરાતના વેપારીઓની સંડોવણી સ્પષ્ટ રીતે દેખાય આવે છે. જો કે પોલીસે હાલ કેટલાની ધરપકડ અને કોણ કોણ સંડોવાયેલું છે તે અંગેની માહિતી જણાવી નથી. જો કે દરોડા દરમિયાન કુલ 3 કરોડનો મુદ્દામાલ ઝડપાયો હતો

(12:37 am IST)