ગુજરાત
News of Thursday, 14th March 2019

કઠલાલ તાલુકામાં અજાણ્યા ડમ્પરે રાહદારીને હડફેટે લેતા કમકમાટી ભર્યું મોત

કઠલાલ:તાલુકાના કઠાણામાં રહેતાં ભરતભાઈ પુનમભાઈ બારોટ આજરોજ સવારે ૮-૩૦ વાગ્યાના અરસામાં કઠાણા બસસ્ટેન્ડ સામેથી પસાર થતાં અમદાવાદ-ઈન્દોર હાઈવે પર રોડક્રોસ કરી રહ્યાં હતાં. તે દરમિયાન માર્ગ પર પુરપાટ ઝડપે આવી રહેલ ડમ્પર જેવી લાલ રંગના કોઈ અજાણ્યાં વાહને તેઓને અડફેટે લેતાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યાં હતાં. જેથી તેઓનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. 

આ બનાવ અંગે બળવંતભાઈ પુનમભાઈ બારોટની ફરિયાદને આધારે કઠલાલ પોલીસે અજાણ્યાં વાહનચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

 

 

 

(6:00 pm IST)