ગુજરાત
News of Thursday, 14th March 2019

વડોદરાના વાઘોડિયા રોડ પર છકડો પલ્ટી ખાતા ધો.12ના વિદ્યાર્થીનું મોત નિપજતા ચકચાર

વડોદરા:શહેરના વાઘોડિયારોડ પર વૃંદાવન ચોકડી પાસે મંગળવારે રાત્રે છકડો પલટી જતાં, છકડા નીચે ચગદાઇ જવાથી ધો.૧૨ના વિદ્યાર્થીનું મોત થયુ હતું. વિદ્યાર્થી વડોદરા ખાતે પરીક્ષા આપવા આવ્યો હતો અને પછી રાત્રે છકડામાં બેસીને પોતાના ગામ વાઘોડિયા ખાતે પરત ફરી રહ્યો હતો અને છકડા ચાલકની બેદરકારીના કારણે વિદ્યાર્થીનું મોત થયુ હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર વાઘોડિયા ગામમાં નર્મદા કોલોનીમાં રહેતો મયુરધ્વજસિંહ શંભુસિંહ રાઠોડ (ઉ.૧૯) ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરી રહ્યો હતો. હાલમાં બોર્ડની પરીક્ષા ચાલી રહી છે અને તેનો નંબર વડોદરાના ફતેગંજ વિસ્તારની એક સ્કૂલમાં આવ્યો હોવાથી તે વાઘોડિયાથી અપડાઉન કરતો હતો. 

(5:58 pm IST)