ગુજરાત
News of Thursday, 14th March 2019

પાટણ એલસીબીની ટીમે હારિજમાં પેટ્રોલિંગ દરમ્યાન સાત ઈસમોને વરલી મટકાનો જુગાર રમતા ઝડપ્યા

પાટણ: એલસીબીની ટીમે હારીજ ટાઉનમાં પેટ્રોલીંગ દરમિયાન જુગારના ત્રણ કેસ શોધી સાત ઈસમો ઝડપી કાર્યવાહી કરેલ છે. જેમાં કાતરીવાળા વાસમાંથી પરમાર સુરેશ માવજી, ઠાકોર ગોવિંદ ખેંગારજી વરલી મટકાના સાહિત્ય 1420ની રકમ સાથે ઝડપાયા હતા.

હારીજ ટાઉનમાં કાતરીયાવાસમાં ઠાકોર કનુજી ઉર્ફે ભોપાજી મેઠાજી, રહે. હારીજવાળો વરલી મટકાનો જુગાર રમાડે છે તેવી બાતમી આધારે પંચો સાથે રેઈડ કરતાં ઠાકોર કનુજી હાજર મળી આવેલના હોઈ તેમજ પરમાર સુરેશભાઈ માવજીભાઈ રહે. હારીજ તથા ઠાકોર ગોવિંદજી ખેંગારજી, રહે. રાવિન્દ્રાવાળાઓને વરલી મટકાનું સાહિત્ય તથા રોકડ રૃા. 4120 સાથે પકડી પાડેલ. હારીજ ટાઉનમા ગણપતિ મંદિર પાછળ ઠાકોર મોબુજી હાજર મળી આવે તેમજ ઠાકોર ભરતજી મેલાજી રહે. હારીજવાળાઓને વરલી મટકાનું સાહિત્ય તથા રોકડ રૃા. 2510 સાથે પકડી પાડેલ છે તેમજ હારીજ ટાઉનમાં દરબારવાસ તરફ જતા રોડ ઉપર નટુજી શંકરજી, રહે. એકલવા, ઠાકોર દલપતજી પુનાજી, રહે. હારીજ, ઠાકોર રમેશભાઈ દિલીપભાઈ રહે. હારીજ તથા ઠાકોર દિનેશજી છોટાજી, રહે. હારીજવાળાઓને વરલી મટકાનું સાહિત્ય તથા રોકડ રૃા. 3490 સાથે પકડી પાડેલ છે.

(5:56 pm IST)