ગુજરાત
News of Thursday, 14th March 2019

વિજાપુર તાલુકાના પીલવાઇમાં સામાન્ય તકરારમાં ઉશ્કેરાઈ યુવકને છરીના ઘા જીકી મોતનેઘાટ ઉતારી દીધો

વિજાપુર: તાલુકાના પિલવાઈ ગામમાં મંગળવારની મોડી રાતે સામાન્ય તકરારમાં ઉશ્કેરાઈ ગયેલા શખસે છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા કરી દીધી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પિલવાઈ ગામમાં ફાયનાન્સના ધંધા સાથે સંકળાયેલા યુવાને તાજેતરમાં અગનપીછોડી ઓઢી આપઘાત કર્યો હતો. આ ઘટનાની ચર્ચા હજુ શમી નથી ત્યાં મંગળવારની રાત્રે યુવાનની હત્યા થતાં ચકચાર ફેલાઈ છે. આ ઘટના અંગે સૂત્રોમાંથી જાણવા મળેલી વિગત અનુસાર પિલવાઈ ગામમાં આવેલ ખેમરાજીનાવાસમાં રહેતા અરવિંદસિંહ સમરૃજી વિહોલ ગતરાત્રે બજારમાં ગયા હતા તે વખતે અજય સાથે તકરાર થઈ હતી. જેમાં ઉશ્કેરાઈ ગયેલા શખસે અરવિંદસિંહને છરીના ઘા ઝીંકી દીધા હતા. જેથી ગંભીર રીતે ઘવાયેલા આ યુવાનનુ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં લોકોના ટોળા ઘટનાસ્થળે ઉમટી ગયા હતા.

 

(5:54 pm IST)