ગુજરાત
News of Thursday, 14th March 2019

ઉંજાં તાલુકાના ભાખરામાં જમીનની બાબતે થયેલ મારામારીમાં આરોપીને અદાલતે ત્રણ વર્ષની સજાની સુનવણી કરી

ઊંઝા: તાલુકાના ભાંખરમાં જમીન પ્રકરણે સાક્ષી થવાની બાબતે અદાવત રાખી થયેલી મારામારી તથા જીવલેણ હુમલાના કેસમાં વીસ વર્ષ બાદ નામદાર કોર્ટે આરોપીને ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારી  છે.

ઊંઝાની કોર્ટમાં આજે 20 વર્ષ બાદ મારામારીના કેસમાં ચુકાદો આવ્યો છે. ભાંખરમાં રહેતા સૈયદ બાબરમીયાં અનવરમીયાંએ 20 વર્ષ અગાઉ પોલીસમાં ફરિયાદ આપેલ હતી કે સાંજના સમયે ગામના સૈયદ મુસ્તાકમીયા નાજીમમીયાં તથા તેમની પત્ની ફાતમાબીબી અન ેદિકરી રૃકસાનાબીબી તલવાર તથા ધોકાથી સજ્જ થઈ તેમની પાસે આવી જમીનના પ્રકરણે સાક્ષી થવા બાબતે ઉશ્કેરાઈ જઈ મુસ્તાકમીયાંએ તલવારથી જીવલેણ હૂમલો કર્યો હતો. તથા તેમની પત્ની-દિકરીએ ધોકાથી મારમાર્યો હતો.

 

(5:53 pm IST)