ગુજરાત
News of Thursday, 14th March 2019

પાટણના માધવનગરમાં મકાનમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 7 શકુનિઓની ધરપકડ કરી

પાટણ: શહેરના માધવનગર સોસાયટીમાં આવેલ એક મકાનમાં છેલ્લા ઘણા સમયથી જુગાર રમતો હોવાની બાતમી પોલીસને મળતા રેડ કરતા 7 જુગારીયા રૃ.2 લાખ 20 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. જેમાં પાટણના માધવનગરમાં રહેતો મનોજ પોતાના અંગત ફાયદાસારુ કેટલાક ઈસમો ભેગા કરી તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રમાડતા રોકડ રકમ 75810 તથા મોબાઈલ-10 કિ.રૃ.69,500 તથા મો.સા. વાહન-૩ કિ.રૃ.75,000 કુલ રૃ.2,20,310ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા.

મનોજ મફતલાલ પ્રજાપતિ ઉ.વ.49, રહે.માધવનગર-પાટણ, મનોજ બાબલુલાલ પ્રજાપતિ ઉ.વ.45 રહે.પાટણ નીલમ સિનેમા વાડી, વિપુલકુમાર મનલુલાલ પ્રજાપતિ રહે.પાટણ નિલમ સિનેમા, નરેન્દ્રકુમાર જ્યંતિલાલ પ્રજાપતિ લાલેશ્વરની આગળ તા.જિ.પાટણ, મહેશ ચંપકલાલ પ્રજાપતિ ઉ.વ.42 રહે.પાટણ 43-રત્નમણી સોસાયટી પાટણ, અલ્કેશકુમાર નંદુલાલ પ્રજાપતિ ઉ.વ.43 રહે.પાટણ પાવર હાઉસ ટીંબાવાસ, તા.જિ.પાટણ, વવજયકુમાર તારાચંદ પ્રજાપતિ રહે.પાટણ નીલમ સિનેમારોડ પાટણ ઝીણી રેત હરોડ વણાંકવાડાના નાકે પાટણવાળા સામે જુગારધારા હેઠલ કાર્યવાહી હાથ ધરી હતી.

(5:53 pm IST)