ગુજરાત
News of Thursday, 14th March 2019

ગાંધીનગર નજીક વાવોલમાં ત્રણ બુકાનીધારીઓએ બેંકમાં ફાયરિંગ કરી લૂંટનો પ્રયાસ કર્યો: સીસીટીવીના આધારે તપાસ શરૂ

ગાંધીનગર: શહેર નજીક વાવોલમાં ગઈકાલે બપોરે બાઈક ઉપર આવેલા ત્રણ બુકાનીધારીઓએ એસબીઆઈ બેંકમાં ફાયરીંગ કરીને લૂંટનો પ્રયાસ કર્યો હતો. જેના પગલે ગાંધીનગર પોલીસે સીસીટીવી ફુટેજના આધારે આ લૂંટારૂઓની શોધખોળ કરી હતી.

દરમ્યાનમાં આજે એલસીબીની ટીમને બાતમી મળી હતી કે છત્રાલથી કડી તરફ આ લૂંટારૂઓ બાઈક ઉપર પસાર થવાના છે જે બાતમીના આધારે વોચ ગોઠવી હતી અને વાહનોનું ચેકીંગ કરતાં હતા તે દરમ્યાન જ બાઈક ઉપર આવેલા આ લૂંટારૂઓએ એલસીબીના પીએસઆઈ અને તેમની ટીમ ઉપર ફાયરીંગ કરી દીધું હતું.

 

(5:52 pm IST)