ગાંધીનગર-સરખેજ હાઇવે પર પોલીસે બાતમીના આધારે કારમાંથી 1.22 લાખનો વિદેશી દારૂ બિયરનો જથ્થો ઝડપ્યો
ગાંધીનગર: શહેર તેમજ જિલ્લામાં ચૂંટણીને અનુલક્ષીને પોલીસ દ્વારા પ્રોહીબીશનની બદીને અટકાવવા માટે દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે અડાલજ પોલીસે બાતમીના આધારે ખોરજ પાસેથી એક કારને ઝડપી લીધી હતી. જો કે તેનો ચાલક ભાગી છુટવામાં સફળ રહયો હતો. પોલીસે આ કારમાંથી ૪૩૨ નંગ વિદેશી દારૂની બોટલ અને ર૬૪ બિયરના ટીન મળી ૧.રર લાખ અને કાર મળી કુલ ૬.૨૨ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.ગાંધીનગર જિલ્લામાં હાલ લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને પોલીસ દ્વારા સઘન વાહન ચેકીંગ કરવામાં આવી રહયું છે અને ખાસ કરીને દેશી વિદેશી દારૂની હેરાફેરી કરતાં તત્ત્વોને પકડવામાં આવી રહયા છે ત્યારે ગાંધીનગર નજીક અડાલજથી વૈષ્ણોદેવી સર્કલ તરફ વિદેશી દારૂ ભરેલી કાર પસાર થવાની હોવાની બાતમી અડાલજ પોલીસને મળી હતી.