ગુજરાત
News of Thursday, 14th March 2019

સુરતના કોટ વિસ્તારમાં મહિલાને છેતરી ભાઈ-ભાભીએ બેંકમાં ખાતું ખોલાવી 56 લાખનો નાણાકીય વ્યવહાર કરી લેતા પોલીસ ફરિયાદ

સુરત: શહેરના કોટ વિસ્તારમાં રહેતી મહિલાની જાણ બહાર તેના બે ભાઇ અને એક ભાભીએ એકાઉન્ટન્ટ થકી આઇડીબીઆઇ બેન્કમાં એકાઉન્ટ ખોલાવી પોતાના રૂ.૫૬.૬૦ લાખના નાણાંકીય વ્યવહારો કર્યા હતા.મહિલાએ ઇન્કમટેક્સ વિભાગમાં કરેલી આરટીઆઇમાં આ બાબતનો ખુલાસો થતાં તેણે એકાઉન્ટન્ટ વિરુદ્ધ ગતરોજ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ વાડી ફળિયા અંબાજી રોડ મા દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા પાર્થકુમાર બિશ્વનાથ પ્રમાણિકના પત્ની રાજેશ્રીબેનના પિતા મહાદેવભાઇ અભિમન્યુ કયાલ અગાઉ વ્યાજે રૂપિયા આપવાનો ધંધો કરતા હતા તેમજ પાંચ ગોડાઉન ભાડે આપ્યા હોય તેમણે વહીવટી સરળતા ખાતર રાજેશ્રીબેનના નામે ઇન્કમટેક્સની ફાઇલ બનાવી હતી. જેનો ઉપયોગ મહાદેવભાઇ હયાત હતા ત્યાં સુધી કરતા હતા અને તેમના મરણ બાદ રાજેશ્રીબેનના બે ભાઈઓ પ્રદીપ અને દિપક ઉપયોગ કરતા હતા.

(5:50 pm IST)