ગુજરાત
News of Thursday, 14th March 2019

સાબરકાંઠામાં વહિવટી તંત્ર દ્વારા જિલ્લાના વિવિધ સ્થળેથી હોડીંગ્સ અને બેનરો હટાવાની કામગીરી શરૂ

ચાર તાલુકાઓમાંથી બે દિવસમાં અંદાજે ૧૦૨૦ હોડીસ અને બેનર હટાવી દેવાયા

સંસદિય સાબરકાંઠા બેઠકની આગામી તા. ૨૩ એપ્રિલના રોજ યોજાનાર ચૂંટણી સંદર્ભે તારીખો જાહેર થયા બાદ કડક આચારસંહિતાન અમલ શરૂ થઈ ગયો છે ત્યારે વહિવટી તંત્ર દ્વારા સાબરકાંઠાના ચાર તાલુકાઓમાંથી બે દિવસમાં અંદાજે ૧૦૨૦ હોડીસ અને બેનર હટાવી દેવામાં આવ્યા છે

સાબસ્કાંઠામાં આવેલ હિંમતનગર , પ્રાંતિજ , ઈડર તથા ખેડબ્રહ્મા વિધાનસભા વિસ્તારમાંથી વહિવટી તંત્ર દ્વારા બે દિવસમાં અંદાજે ૧૦૨૦ હોડીંગ્સ અને બેનરો હટાવી લેવામાં આવ્યા

  સાબરકાંઠામાં બે દિવસમાં સૌથી વધુ હોડીસ અને બેનર ખેડબ્રહ્મા તાલુકામાં સૌથી વધુ અને સૌથી ઓછા હિંમતનગર તાલુકામાંથી દુર કરવામાં આવ્યા છે . અત્રે  ઉલ્લેખનીય છેકે આચારસંહિતાના કક્ક અમલના ભાગરૂપે હિંમતનગરના મહાવીરનગર , મોતીપુરા, મહેતાપુરા , ટાવરસર્કલ તથા સિવિલ સર્કલ નજીક સગાવાયેલા બેનર્જા દુર કરી દેવાયા છે જે હજ પણ ક્યાય હશે તો તે અંગે તપાસ કરીને આવા હોડીંગ્સ અને બેનર દુર કરી દેવામાં આવશે.

(11:20 am IST)