ગુજરાત
News of Thursday, 14th March 2019

અમદાવાદમાં ગેરતપુર પાસે ONGC માં ભીષણ આગ ભભૂકી :એક વ્યક્તિનું મોત

ઘટના સ્થળે 10થી વધુ ફાયરબ્રિગેડ પહોંચ્યા ;આગનું કારણ અકબંધ

અમદાવાદ: અમદાવાદના ગેરતપુર પાસે ONGCમાં ભીષણ આગ ભભૂકી છે આગ લાગવાની ઘટનાની જાણ થતા 10 કરતા વઘુ ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી છે. આગની ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું છે. તેને ફાયરની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો

   આગની જાણ થતા સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. આજુબાજુના વિસ્તારમાંથી પણ ફાયરની અન્ય ટીમનો પણ સાથ લેવાની ફરજ પડી હતી. ફાયરની ટીમ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આગ ક્યાં કરાણોસર લાગી તેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. ફાયરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.

(1:12 am IST)