ગુજરાત
News of Thursday, 14th March 2019

અંકલેશ્વર -હાંસોટ રોડ પર નવા તરીયા બસ સ્ટેન્ડ નજીક પીકઅપ ચાલકે બાઇકને અડફેટે લેતા યુવાનનું કરૂણમોત

અંકલેશ્વર-હાંસોટ રોડ ઉપર આવેલ નવા તરીયા બસ સ્ટેન્ડ નજીક પીકઅપ ચાલકે બાઇકને ટક્કર મારતા એક યુવાનનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

 આ અંગે મળતી વિગત મુજબ અંકલેશ્વર તાલુકાના જુના શક્કરપોર ખાતે રહેતા બાબુભાઈ રણછોડભાઈ વસાવાનો ભાણિયો 20 વર્ષીય કિરણ ઉર્ફે સાગરભાઈ ફતેસિંગ વસાવા પોતાની મોટર સાયકલ નંબર GJ-16-AR-4112 લઈને અંકલેશ્વર-હાંસોટ હાંસોટ રોડ ઉપર આવેલ નવા તરીયા બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહ્યો હતો.

   દરમિયાન પીકઅપ ગાડી નંબર GJ-16-Z-8536ના ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક સવારને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.આ અકસ્માત અંગે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાવા પામ્યો છે

(8:40 pm IST)