ગુજરાત
News of Saturday, 15th February 2020

ગુજરાત યુનિવર્સિટીનું બજેટ સિન્ડિકેટે મંજુર કરી દીધું.....

૨૯૮ કરોડના બજેટને બહાલી આપવામાં આવી

અમદાવાદ,તા.૧૫ : ગુજરાત યુનિવર્સિટીનું વર્ષ ૨૦૨૦-૨૧નું અંદાજપત્ર સિન્ડિકેટે સર્વાનુમતે આજે મંજુર કર્યું હતું. ગુજરાત યુનિવર્સિટીની આજ રોજ ઇન્ચાર્જ કુલપતિ ડો. જગદીશ ભાવસારના અધ્યક્ષસ્થાને મળેલી સિન્ડિકેટ બેઠકમાં આગામી ૨૦૨૦-૨૧ના વર્ષ ૨૯૮ કરોડના અંદાજપત્રને બહાલી આપવામાં આવી હતી. ઉપરાંત યુનિવર્સિટીના શૈક્ષણિક કાર્યો, અભ્યાસક્રમોની માહિતીને સાંકળી લેતા વાર્ષિક અહેવાલને મંજુર કરવામાં આવ્યો હતો. ૨૦૨૦-૨૧નું અંદાજપત્ર, વાર્ષિક અહેવાલ અને બોર્ડ ઓફ એકાઉન્ટનો અહેવાલ આગામી માર્ચ માસમાં યોજાનાર સેનેટ કોર્ટની બેઠકમાં મુકવામાં આવશે અને સેનેટ કોર્ટની મંજુરી મેળવવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીના અંદાજપત્રમાં કરવામાં આવેલી મહત્વની વિદ્યાર્થીલક્ષી જોગવાઈઓ નીચે મુજબ છે.

રમત-ગમતની સ્પર્ધા માટે

૩૦૦૦૦૦૦

આંતર યુનિવર્સિટી સ્પર્ધા માટે

૧૦૦૦૦૦૦

રમત-ગમત ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ મેડલ મેળવનારને પ્રોત્સાહન

૪૦૦૦૦૦

પર્વતારોહણ તાલીમ સહાય

૧૫૦૦૦

રાજ્ય-રાષ્ટ્રીય કક્ષાએ મેડલ મેળવનારને પ્રોત્સાહન

૧૧૫૦૦૦

વિદ્યાર્થીઓ-અધ્યાપકોના તાલીમ શિબિર

૨૬૦૦૦૦૦

અભ્યાસેત્તર પ્રવૃત્તિ-વ્યાખ્યાન સ્પર્ધા

૧૦૦૦૦૦૦

વિદ્યાર્થી વિનિમય કાર્યક્રમ

૫૦૦૦૦૦

કર્મચારી વિકાસ-વિનિમય સહાય

૩૦૦૦૦૦૦

પરીક્ષા વિભાગનો રેકોર્ડ ડિજિટલ કરવા

૫૦૦૦૦૦

(9:48 pm IST)