ગુજરાત
News of Saturday, 15th February 2020

આણંદમાં જવેલર્સની દુકાનમાં દીવાલને બાકોરું પાડી ઘુસેલ તસ્કરોએ 78 હજારની મતાની ઉઠાંતરી કરી રફુચક્કર: પોલીસ ફરિયાદ દાખલ

આણંદ: શહેરના જૂના રસ્તા ઉપર આવેલી એક જ્વેલર્સની દુકાનની દીવાલને બાકોરું પાડીને અંદર ઘુસેલા તસ્કરો ૭૮૭૫૦ રૂપિયાની કિંમતના ચાંદીના ઘરેણાની ચોરી કરીને ફરાર થઈ જતાં આ અંગે શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર ફરિયાદી મિથુન કનૈયાલાલ સોનીની જૂના રસ્તા ઉપર જે. કે. મિસ્ત્રીની બાજુમાં અંબિકા જ્વેલર્સ નામની દુકાન આવેલી છે. ગત ૨૬મી તારીખના રોજ સાંજના સાતેક વાગ્યાના સુમારે મિથુનભાઈ દુકાન બંધ કરીને પોતાના ઘરે ગયા હતા. અને બીજા દિવસે સવારે આવીને દુકાન ખોલી જતાં ડ્રોવરો ખુલ્લા હતા અને શો-કેસમાં મૂકેલા ચાંદીના ઘરેણાં ગાયબ હતા. જેથી તપાસ કરતાં દુકાનની પાછળ આવેલી દીવાલમાં બાકોરું પાડવામાં આવ્યું હતુ અને તેના ધ્વારા તસ્કરો અંદર ઘુસ્યા હતા અને ૫.૨૨૫ કિલોગ્રામ જેટલા ચાંદીના ઘરેણાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.

 

(5:58 pm IST)