ગુજરાત
News of Thursday, 15th February 2018

યાત્રાધામ ડાકોરના મેનેજર રૂપેશ શાસ્ત્રીને જાહેરમાં ધોલધપાટ

પૂજારીઓના પગાર અટકાવવા અને મનસ્વી ફેરફાર કરતા રોષ ભભૂક્યો :મેનેજર અને પૂજારી વચ્ચે વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું

 

પવિત્ર યાત્રાધામ ડાકોરમાં પુજારીઓ અને મેનેજર વચ્ચેના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને છેલ્લા મહિનાથી મેનેજર તરીકે નિમણૂક પામેલા રૂપેશ શાસ્ત્રીને મંદિર સંકુલ બહાર ઢોર મારમાર્યો હતો મંદિરના પૂજારીઓનો પગાર અટકાવી દેવા ઉપરાંત ગમે ત્યારે ગમે તેને ખસેડી દેવા અથવા પૂજારીની સેવામાં મનસ્વી ફેરફાર કરી દેતા હોવાનો પણ  આક્ષેપ થયો છે

  મેનેજર અને સેવકોની નારાજગી વચ્ચે  રોષે ભરાયેલા મંદિરનાં બે સેવકો દ્વારા મેનેજરનાં ચેમ્બરને તાળું મારી દીધું હતું જ્યારે સાંજે 4 વાગ્યાની આસપાસ મંદિરનાં દ્વાર ખુલતા મેનેજર પોતાના ચેમ્બર તરફ આવી રહ્યા હતાં ત્યારે ઉશ્કેલાયેલા સેવકો દ્વારા રૂપેશ શાસ્ત્રીને ઢોર માર મારવામાં આવ્યો હતો અને તેમના વિરૂદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામા આવ્યો હતો. વિવાદ બાદ મેનેજર દ્રારા જોઈન્ટ મેનેજર શૈલેષને સસ્પેન્ડ કરાયા છે.

(11:47 pm IST)