ઓઇલ ચોરી કરતા ચાર શખ્સ અંતે ઝડપાઈ ગયા
ક્રાઈમ બ્રાંચ દ્વારા પકડી પડાયા
અમદાવાદ,તા. ૧૫, નારોલથી ખેડા જતા રોડ પર સારસા ગામે ઓએનજીસીની પાઈપલાઈનમાં પંચર પાડી ઓઇલ ચોરી કરવાના પ્રયાસ કરનાર ઓઇલ ચોરી ગેંગના ચાર સભ્યોને પકડી પાડવામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાંચે ઓઇલ ચોરી કરવાના સાધનો સાથે તેમને પકડી પાડ્યા છે. તમામ ઝડપાયેલા શખ્સોની પુછપરછ કરી લેવાઈ છે. ઝડપાયેલા શખ્સોમાં અવધેશકુમાર, પુનિત ઉર્ફે છોટુ ઉર્ફે ગોલુ, મેહુલ તથા મુકેશ ઉર્ફે મોન્ટુ તરીકે ઓળખાયા છે. તેમની પુછપરછના આધારે વધુ તપાસ ચાલી રહી છે. નારોલ લાંભાગામ ટર્નિંગ પાસે ખેડા તરફ જવાના રોડ ઉપરથી તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી લોખંડના બે સળિયા અને અન્ય સાધનો જપ્ત કરાયા છે. ૨૪૮૮૫નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આમા અવધેશ અગાઉ પણ કેટલાક કેસમાં પકડાઈ ચુક્યો છે. વધુ પુછપરછ ઝડપાયેલાશખ્સોની હાથ ધરવામાં આવી છે.