ગુજરાત
News of Thursday, 15th February 2018

વડોદરા-સુરતમાં ક્રાઇમ રેટ વધ્યોઃ ર મહિનામાં ૬ર જગ્યાએ ચોરી

વડોદરા તા. ૧૬ : વડોદરામાં કાયદો વ્યવસ્થાની સ્થિતી કથળી હોય તેમ ર મહિનામાં ૬ર ચોરીના બનાવથી તંત્ર સામે રોષ ફેલાયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ વડોદરામાં છેલ્લા ર મહિનામાં ૬ર ઘરફોડ ચોરીની ઘટનાઓ સામે આવી છે જયારે ૩૯ ઠગાઇના કેસ સામે આવ્યા છે.અને હત્યાના પ્રયાસના ૭ કેસ નોંધાયા છે. બીજી તરફ સુરતમાં  પણ ક્રાઇમ રેટ દિવસેને દિવસે વધી રહ્યો છે. સુરતમાં છેલ્લા ર મહિનામાં હત્યાના ૧૭ કેસ નોંધાયા છે. જયારે  લુંટના ૪૭ કેસ નોંધાયા છે જયારે અપહરણના ૬૭ કેસ નોંધાયા છે. આ ઉપરાંત અમદાવાદ અને રાજકોટમાં પણ ક્રાઇમ રેટમાં સતત વધારો થઇ રહ્યો છે.

રાજયમાં વધી રહેલા ક્રાઇમના કારણે પોલીસ તંત્ર પર પણ સવાલો ઉઠયા છે. વધી રહેલા ક્રાઇમ રેટના કારણે પોલીસ કેમ ચુપ રહે છેઅને અસમાજીક તત્વોને ઝડપી પાડવા પોલીસ કેમ નિષ્ફળ રહે છે તે એક મોટો પ્રશ્ન છે. વડોદરા શહેરમાં બે મહિનામાં થયેલ ગુનાખોરીની વિગત નીચે મુજબ છે.

ગુના

ડિસેમ્બર

જાન્યુઆરી

હત્યા

૦૦

૦૩

હત્યાનો પ્રયાસ

૦ર

૦પ

ધાડ

૦૦

૦૧

લુંટ

૧૦

૦ર

ઘરફોડ ચોરી

૩૮

ર૪

ઠગાઇ

૧૮

ર૧

(7:03 pm IST)