ગુજરાત
News of Thursday, 15th February 2018

મહેસાણાના પાલેજ ગામમાં મકાનમાં આગઃ ગેસ સિલીન્ડરમાં બ્લાસ્ટ

મહેસાણા તા. ૧પ : મહેસાણા જીલ્લાના પાલજ ગામમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા માલસામાન બળીને ભસ્મીભુત થઇ ગયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ મહેસાણા જિલ્લાના પાલજ ગામના એક મકાનનામાં શોટસર્કિટના કારણે આગ લાગી હતી. આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે જેના કારણે આગમાં મકાન બળીને ખાખ થઇ ગયું હતું અને ગેસ સિલિન્ડરમાં પણ બ્લાસ્ટ થયો હતો જો કે કોઇ જાનહાની થઇ નથી.

ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. અને આગ પર કાબુ મેળવ્યો હતો.

(6:58 pm IST)