ગુજરાત
News of Thursday, 15th February 2018

ઓલપાડ નજીક ગાડી લેવાના પૈસા આપવાની પરિણીતાએ ના કહેતા સાસરિયાએ જીવતી સળગાવાની ધમકી આપી

ઓલપાડ:તાલુકાના બરબોધન ગામે લગ્ન કરનાર કીમની યુવતિ પાસે પતિ અને સાસુ-સસરાએ ગાડી લેવા માટે પાંચ લાખની માંગણી કરી હતી. નાણાં લાવવાની ના પાડતા પુત્ર સાથે જીવતા સળગાવી દેવાની ધમકી આપતા પરિણીતાએ પિયર જઇ ફરિયાદ નોંધાવી છે.

કીમ ખાતે હીરાપન્ના સોસાયટીમાં રહેતા ધીરજ પરમારની દિકરી રશ્મિકાના તા. ૨૫-૫-૨૦૧૩ના રોજ બરબોધન ગામે નવી કોલીનીમાં રહેતા હેનલ નટવરભાઇ કોસંબીયા સાથે સમાજના રીતરિવાજ મુજબ લગ્ન થયા હતા. 

રશ્મીકાને લગ્નમાં કરિયાવરમાં સોનાના દાગીના અને ઘરવખરીનો સામાન વિગેરે આપેલા હતા. હેનલ અને રશ્મીકાના લગ્નજીવનમાં સાડા ત્રણ વર્ષનો દિકરો છે. લગ્નના બે મહિના સુધી પતિ હેનલ, સસરા નટવરભાઇ કોસંબીયા અને સાસુ જયાબેને રશ્મીકાને સારી રીતે રાખી હતી.

રશ્મિકાએ પતિ અને સાસુ-સસરા વિરૃદ્ધ ઓલપાડ પોલીસ મથકમાં અરજી આપી હતી. અરજીની તપાસ આધારે ગતરોજ દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(6:02 pm IST)