ગુજરાત
News of Thursday, 15th February 2018

ચકલાસીમાં ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા: બે શખ્સોની ધરપકડ

નડિયાદ : મહુધા ચકલી વિસ્તારમાંથી વરલી મટકાનો જુગાર રમાડતા બે ઈસમોને એલ.સી.બી. પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગાર લખવાના સાધનો તેમજ રોક્ડ રૂપિયા ૪૮૬૦ કબજે કર્યા હતા.
એલ.સી.બી. પોલીસે મળેલ માહિતી આધારે મહુધા ચકલી વિસ્તારમાં રેઈડ કરી હતી. જેમીં અબ્બાસમીયાં મહંમદમીયાં મલેક ભાડુતી માણસો રાખી ચકલી વિસ્તારમાં હોટલ સાથે વરલી મટકાનો જુગાર રમાડતો હતો. પોલીસે દરોડો પાડી વરલી મટકાનો જુગાર લખતા રફીક ઉર્ફે કામી ઈલ્મુદીન (રહે.મહુધા) તથા કાંતિ ઉર્ફે કેડી ડાહ્યાભાઈ પટેલ (રહે.વણસોલી) ને સ્લીપબુક કાર્બન પેપર સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે અંગજડતીમાં રૂપિયા ૧૮૦૦ તેમજ મોબાઈલ ફોન મળી કુલ રૂ.૪૮૬૦ નો મુદ્દામાલ કબજે ે મહુધા પોલીસે અબ્બાસ મલેક, રફીક કામ્રી તથા કાંતી ઉર્ફે કે.ડી. પટેલ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયેદસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:57 pm IST)