ગુજરાત
News of Thursday, 15th February 2018

સુરતઃ બીટકોઇન પ્રશ્ને વેપારીનું અપહરણ પ્રકરણમાં સસ્પેન્ડ પોલીસમેન સહિત બેની ધરપકડ

સુરત તા. ૧૫ : બિટકોઈન મેળવવા ઘોડદોડ રોડના એક વેપારીનું અપહરણ કર્યા બાદ છોડી મૂકયો હતો. જેમાં પોલીસે સસ્પેન્ડેડ પોલીસ કર્મી અનિસ સૈયદ, ચિંતન શાહ સહિત પાંચ સામે અપહરણ અને બ્લેક મેઈલિંગની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસ એક સસ્પેન્ડેડ પોલીસ કર્મી સહિત બેની ધરપકડ કરી છે.

અડાજણના એલપી સવાણી રોડ પર રહેતા અને ઘોડદોડ રોડ પર વેસ્ટ ફિલ્ડ મોલમાં ઓફિસ ધરાવાતા ચા-કોફીના પાઉડરના વેપારી જિજ્ઞેેશ જયસુખલાલ પટેલ (ઉ.વ.૩૬) સોમવારે બપોરે પોતાની ઓફિસવાળી બિલ્ડિંગના પાર્કિંગમાં હતા તે વખતે ૩ અજાણ્યા આવ્યા હતા ને સફેદ ઇનોવામાં તેનું અપહરણ કરી ગયા હતા. અપહરણકારો આ વેપારીને સુરતથી સીધા કીમ લઈ ગયા જયાં જિજ્ઞેશ પાસે બિટકોઈનની માગ કરી હતી.અપહરણ જેવી ગંભીર ઘટનાને ધ્યાને લઈ ઉમરા પોલીસ-ક્રાઈમ બ્રાંચે અપહરણકારોને પકડી પાડવા કામે લાગી હતી. જેથી પોલીસની ભીંસ વધતાં સાંજે સાડા ચાર વાગ્યે અપહરણકારોએ જિજ્ઞેશને રાંદેરમાં કારમાંથી ઉતારી મૂકયો હતો. ઉમરા પોલીસ મથકમાં જઇ સમગ્ર હકીકત પોલીસ જણાવી હતી.

(5:00 pm IST)