ગાંધીનગર એલસીબીએ બાતમીના આધારે દહેગામમાં ત્રણ સ્થળે દરોડા પાડી લાખોનો દારૂનો જથ્થો ઝડપ્યો
ગાંધીનગર: જિલ્લામાં દેશી વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવા માટે પોલીસ દોડધામ કરી રહી છે ત્યારે ગાંધીનગર એલસીબીની ટીમે દહેગામમાં ત્રણ સ્થળોએ દરોડા પાડી દેશી દારૃ અને વોશ કબ્જે કરી બુટલેગરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ગાંધીનગર જિલ્લામાં હાલ દેશી વિદેશી દારૃનુ વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર એલસીબી દ્વારા પણ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલીંગ કરીને દેશી દારૃના ભઠ્ઠાઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
દહેગામ વિસ્તારમાં એલસીબીની ટીમે પલાના મઠ ખાતે ફતાજી સોમાજી ઠાકોરના ત્યાંથી ૧પ લીટર દેશી દારૃ અને વોશ કબ્જે કર્યો હતો જ્યારે ભલાભાઈ કાળાભાઈ રાવળ મટન માર્કેટ પાસેને ત્યાંથી પણ આઠ લીટર દેશી દારૃ તેમજ શંકર લાલાજી ઠાકોરને ત્યાંથી પણ પાંચ લીટર દેશી દારૃ કબ્જે કરવામાં આવ્યો હતો. પોલીસે કુલ ત્રણ કેસમાં ૨૭ લીટર દેશી દારૃ અને ૧૫૦ લીટર દારૃ ગાળવાનો વોશ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.