સુરતમાં શ્રમજીવી પરિવારની 16 વર્ષીય દીકરીની છેડતી કરી સાવકો પિતા ફરાર થઇ જતા ચકચાર
સુરત:વરાછા લંબેહનુમાન રોડ પાટીચાલ ઝુંપડપટ્ટીમાં રહેતી શ્રમજીવી પરિવારની ૧૬ વર્ષીય તરૃણીની છેડતી કરી તેનો સાવકો પિતા ફરાર થઇ ગયો હતો.
પોલીસસૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ વરાછા લંબેહનુમાન રોડ પાટીચાલ ઝુંપડપટ્ટીમાં રહેતી મહિલા મજૂરી કામ કરે છે. ૧૬ વર્ષીય પુત્રીની માતાએ હકીમ અહમદ સૈયદ સાથે બીજા લગ્ન કર્યા છે. હકીમ પણ મજૂરી કામ કરે છે.
દરમિયાન રવિવારે રાત્રે તમામ જમીને સૂઇ ગયા હતા પરંતુ ૧૨-૩૦ વાગ્યે પુત્રીનો કણસવાનો અવાજ આવતાં મહિલાએ જોયું તો તેની પુત્રી ગભરાયેલી હાલતમાં જાગીને બેસેલી હતી અને સાવકા પિતાનો હાથ પુત્રીના જાંઘના ભાગે હતો.
આ અંગે મહિલાએ પતિને ઠપકો આપતાં તે ભાગી છુટયો હતો. બનાવ અંગે મહિલાએ પતિ વિરૃદ્ધ છેડતીની ફરિયાદ વરાછા પોલીસ મથકમાં નોંધાવી હતી. વધુ તપાસ એ.એસ.આઇ. સાગર પ્રધાન કરી રહ્યાં છે.