ગુજરાત
News of Wednesday, 14th February 2018

આણંદ જિલ્લાની પાંચ નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ૧૭૬ અપક્ષ ઉમેદવારો મેદાનમાંઃ શનિવારે ખરાખરીનો ખેલ

આણંદઃ શનિવારે ગુજરાતમાં નગરપાલિકાની પેટા ચૂંટણી યોજાશે. જેમાં આણંદ જિલ્લાની આંકલાવ નગરપાલિકામાં ૩પ જેટલી મહિલાઓઅે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, જ્યારે આણંદ જિલ્લાની પાંચ નગરપાલિકાઓમાં ૮૪ પુરૂષ ઉમેદવારો અને પ૬ મહિલા ઉમેદવારોઅે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.

આગામી ૧૭મીએ આણંદ જિલ્લામાં પણ યોજાનાર પાંચ નગરપાલિકાઓના ચૂંટણી પ્રચારનો તબકકો ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. ભાજપે તમામ અને કોંગ્રેસે ચાર પાલિકાઓમાં મેન્ડેટ સાથે ઉમેદવારો ઉતાર્યા છે. ઉપરાંત કયાંક એકપણ નહીં તો કયાંક મોટી સંખ્યામાં અપક્ષ ઉમેદવારો પણ છે. તેમાંયે વખતે મહિલાઓ ઉમેદવારોએ અપક્ષ ઉમેદવારી નોંધાવીને ચૂંટણીને વધુ કશ્મકશભરી બનાવી છે. વખતે નવા સીમાંકન મુજબ યોજાનાર પાલિકાની ચૂંટણીઓમાં પ૦ ટકા મહિલા અનામતના કારણે ભાજપ-કોંગ્રેસ દ્વારા મહિલા ઉમેદવારોને જંગમાં ઉતારવામાં આવ્યા છે. ઉપરાંત અપક્ષ તરફે પણ મહિલાઓએ નોંધપાત્ર સંખ્યામાં ઉમેદવારી નોંધાવી છે.

આણંદ જિલ્લાની પાંચ પાલિકાઓની ચૂંટણી યોજાનાર છે. જેમાં ડી કેટેગરીમાં આવતી વલ્લભ વિદ્યાનગર, ઓડ, આંકલાવ અને બોરીયાવી તેમજ કરમસદ નગરપાલિકા સી કેેટેગરીમાં છે. નવા સીમાંકન મુજબ ચૂંટણી યોજાનાર હોવા સાથે કોંગ્રેસના ઉમેદવારો પણ સીધા જંગમાં ઉતર્યા છે. ચૂંટણી જાહેર થયા બાદ ઉમેદવારી મામલે કયાંક કમઠાણ થયાનું, પક્ષમાંથી રાજીનામું અને કયાંક પક્ષે સસ્પેન્ડ કર્યા સહિતની ઘટનાઓ પણ બનવા પામી હતી.

દરમ્યાન તા. ૧૧મીને રવિવાર અને આજે મહાશિવરાત્રિની રજા હોવાના કારણે ઉમેદવારોને પોતાના વોર્ડ વિસ્તારમાં પ્રચાર-પ્રસારનો પૂરતો સમય મળ્યો હતો અને તેથી સવારથી મોડી રાત્રિ સુધી ઉમેદવારો સાથે તેમના સમર્થકો, ટેકેદારો પ્રચારકાર્યમાં જોતરાયેલા જોવા મળ્યા હતા.ચૂંટણી પ્રચાર આડે ગણતરીના કલાકો બાકી હોવાથી પોતાના વોર્ડમાં ઉમેદવારો પુન: સંપર્ક અભિયાન પણ હાથ ધર્યુ છે. જો કે કયાંક વોર્ડની અધૂરી કામગીરી અને ઉપલબ્ધ થયેલ સુવિધાઓ સહિત સૌ સારાં વાના કરાશેના વચનો પણ આપવામાં આવી રહ્યા છે. નોધપાત્ર બાબત છે કે પાલિકાની ચૂંટણીમાં પક્ષ સિવાય અપક્ષ ઉમેદવારી નોંધાવવામાં વખતે સ્ત્રીઓ પણ આગળ આવી છે. જેથી કુલ ૮૪ પુરૂષ અપક્ષ ઉમેદવારોની સાથે મહિલા અપક્ષ ઉમેદવારો પ૭ છે. જેમાં વિદ્યાનગરમાં એકપણ મહિલા અપક્ષ ઉમેદવાર નથી તો બોરીયાવી અને આંકલાવમાં નોંધપાત્ર સંખ્યામાં મહિલાઓએ ઉમેદવારી નોંધાવી છે.

(6:07 pm IST)