ગુજરાત
News of Wednesday, 14th February 2018

સિરેમિકસ અને બ્રીકસ (ઈંટ)ઈન્ડસ્ટ્રી આગામી ઈન્ડિયન સિરેમિકસ, સિરેમિકસ એશિયા એનડ આઈબાર્ટ એકિઝબિશન્સમાં એકસાથે સામેલ થશે

અમદાવાદઃ ઓટોમોટિવ, ઈલેક્ટ્રોનીક્સ, એનર્જી અને પર્યાવરણ, મિકેનીકલ એન્જિનિયરીંગ અને એવા અનેક ક્ષેત્રોમાં વૈવિધ્યપૂર્ણ રીતે સિરેમિક્સની એપ્લિકેશન્સ વધી રહી છે. આવી પ્રગતિ સિરેમિક્સ ઈન્ડસ્ટ્રીના લાંબા ગાળાના વિકાસની શક્યતાઓ દર્શાવે છે. દર વર્ષે, ઈન્ડિયન સિરેમિક અને સિરેમિક્સ એશિયા ટ્રેડ પ્લેટફોર્મ તરીકે એકસાથે મળીને ઉત્તમ રો મટિરિયલ્સ, એન્સિલરી ઈક્વિપમેન્ટ અને મશીનરી એશિયા અને મશીનરી એશિયા અને મેન્યુફેક્ચરર્સ અને સપ્લાયર્સ તરફથી સિરેમિક્સ અને બ્રિક ઈન્ડસ્ટ્રીના હબ ગુજરાતમાં લાવવામાં આવે છે. કુલ ૧૫૦૦૦ એક્ઝિબિશન સ્પેસમાં ફેલાયેલ ઈન્ડિયન સિરેમિક્સ અને સિરેમિક્સ એશિયા ૭-૯ માર્ચ, ૨૦૧૮ દરમિયાન હેલીપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર, ગુજરાત ખાતે યોજાશે. જેમાં ૩૦૦થી વધુ ગ્લોબલ અને ભારતીય કંપનીઓ સામેલ થશે.

મેસેમ્યુનચેન ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ભૂપિન્દર સિંઘે કહ્યુ હતું, સેરામિટેક મ્યુનિકનો વારસો ધરાવતી ઈન્ડિયન સિરેમિક્સ અને સિરેમિક્સ એશિયા સિરેમિક્સ અને બ્રિક ઈન્ડસ્ટ્રી પ્રોફેશનલ્સ માટે મક્કા સમાન છે. આ વર્ષે, અમે આ શોમાં નવા ફિચર્સ સાથે અને વિશાલ તથા આધુનિક સ્થળ સાથે આવ્યા છીએ. યુનિફેર એક્ઝિબિશન સર્વિસના જનરલ મેનેજર કેન વોંગે કહ્યું હતું, 'ભારત ગ્લોબલ સિરેમિક્સ કમ્યુનિટીનું આકર્ષક માર્કેટ છે. અનેક નવી વૈશ્વિક કંપનીઓ આ વર્ષે સામેલ થઈ રહી છે અને અમારા પુનરાવર્તિત એક્ઝિબિટર્સ વધુ લાઈવ મશીનરી ડિસ્પ્લે કરવા માટે વિશાલ બૂથ મેળવી ચૂક્યા છે. આ અમારા ટ્રેડ શો માટે સારા સમાચાર છે અને તે ઈન્ડસ્ટ્રીમાં થઈ રહેલી હકારાત્મક પ્રગતિને પણ પ્રતિબિંબિત કરે છે.'

(4:00 pm IST)