ગુજરાત
News of Wednesday, 14th February 2018

અપહરણ કેસમાં સસ્‍પેન્‍ડ પોલીસ કોન્‍સ્‍ટેબલ દ્વારા બીટકોઇન માટે સુરતમાં વેપારીનું અપહરણ

સુરતઃ સુરતના સસ્‍પેન્‍ડ પોલીસ કર્મચારીઅે ચાના વેપારીનું અપહરણ કરીને બીટકોઇનની માંગણી કરતા તેની સામે પોલીસ ફરિયાદ થઇ છે.

 

પ્રાપ્ત માહિતી મુજબ સુરતના સસ્પેન્ડ પોલીસ કોન્સ્ટેબલ દ્વારા જીજ્ઞેશ પટેલ નામના ચાના વેપારીનું અપહરણ કરવાની ઘટના સુરતના ઉમરા પોલીસ મથકમાં નોંધાઇ છે. ચાના વેપારીને પોતાની ઓળખ પોલીસ બતાવી અપહરણ કર્યું અને બીટકોઈનની પણ માંગણી કરવામાં આવી. સસ્પેન્ડ કરાયેલા પોલીસકર્મીનું નામ અનિસ સૈયદ છે. જે અગાઉ પણ એક વેપારીના અપહરણ કરવાના મામલે સસ્પેન્ડ થઈ ચૂક્યો છે. તેમ છતાં બીજી વાર તેણે ફરી એક વાર વેપારીનું અપહરણ કર્યું.

જોકે પોલીસની બીકના કારણે વેપારીને ગણતરીના કલાકોમાં મુક્ત કરી દીધો હતો. ગુજરાતમાં વેપારીનું અપહરણ કરી બીટકોઈનની માંગણી કરવામાં આવી હોવાનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. જીગ્નેશ પટેલને 3 જેટલા અજાણ્યા ઈસમો ગાડીમાં બેસાડી અપહરણ કરી લઇ ગયા હતા. બાદમાં તેને દૂર ક્યાંક છોડી મુકાયો હતો. અગાઉ ચાર પાંચ દિવસ પહેલાં મિશન સ્કૂલ પાસેથી તેનું અપહરણ કરવાની કોશિષ કરવામાં આવી હતી. પરંતુ તેમાં બાઈક અને કારમાં આવેલા ઈસમો સફળ થયાં નહોતાં. જે અંગે જીગ્નેશે અગાઉ પોલીસમાં ફરિયાદ પણ કરી હતી.

(5:59 pm IST)