ગુજરાત
News of Saturday, 15th January 2022

ભાજપ સંગઠનના ઈતિહાસમાં પ્રથમ ઘટના : 20મીએ પ્રદેશ ભાજપના 579 મંડળની એક સાથે યોજાશે બેઠક

શક્તિ કેન્દ્ર અને પેજ સમિતિને મજબૂત બનાવવા હેતુ માટે આ મોટી મિટિંગનું આયોજન

 

અમદાવાદ : રાજ્યમાં સક્રિય દરેક રાજકીય પાર્ટીઓએ ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીનો જંગ જીતવા કમરકસી છે. ત્યારે ગુજરાત ભાજપ એક બાદ એક ચૂંટણીના સોગઠા ગોઠવી રહ્યું છે.

  પ્રદેશ ભાજપના 579 મંડળની એક સાથે બેઠક યોજવાનું આયોજન 20 જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું છે. જેમાં શક્તિ કેન્દ્ર અને પેજ સમિતિને મજબૂત બનાવવાનો ઉદ્દેશ હેતુ આ મોટી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે,ભાજપ સંગઠનની ચાલી રહેલી વર્ચ્યુઅલ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભાજપ સંગઠનના ઈતિહાસમાં પ્રથમ વખત આ ઘટના બનશે કે પ્રદેશ ભાજપના 579 મંડળની એકીસાથે બેઠક લેવામાં આવશે.20 જાન્યુઆરીના રોજ બપોરે 12.15 વાગ્યે મળનારી આ બેઠક પર હાલ તો સૌ કૉઈની મીટ મંડાયેલી છે.

જો પેજ પ્રમુખ થી શક્તિ કેન્દ્ર ની વયસ્થાની વાત કરવાં આવે તો 30 મતદારો પર 1 પેજ પ્રમુખ હોય છે.જ્યારે 35 થી 40 પેજ પ્રમુખ પર એક બુથ પ્રમુખ બનાવમાં આવે છે.તો 4 થી 5 બુથ પર એક શકિત કેન્દ્ર પ્રમુખ જ્યારે 15 થી 20 શક્તિ કેન્દ્ર પર એક મંડલ પ્રમુખ બનાવમાં આવે છે.તો એક વિધાનસભા 3 થી 5 મંડલ પ્રમુખ કામ કરતા હોય છે.આમ ભાજપ માટે ચૂંટણીમાં જીતની ચાવીરુપ બની રહેતી આ વ્યવસ્થાને વધુ સુચારું બનાવવા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શક્તિ કેન્દ્ર અને પેજ સમિતિને વધુ મજબૂત કેવી રીતે બનાવવું તેના પર કામ થશે.

 

(12:16 am IST)