ગુજરાત
News of Saturday, 15th January 2022

માઉન્ટ આબુમાં કોરોનાના કારણે આજથી કર્ફ્યું લાગુ : સોમવાર સવારે 5 વાગ્યા સુધી અમલી

કર્ફ્યું શનિવાર રાત્રીના 11 થી સોમવાર સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ કરવા તંત્રનો નિર્ણંય

 

અમદાવાદ :  સમગ્ર દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે, આ સિઝનમાં પણ ગુજરાતીઓના માનીતા પ્રવાસન સ્થળ આબુમાં માઉન્ટ આબુમાં આજ રાત થી કર્ફ્યૂ લાગુ કરી દેવાયો છે.આ કર્ફ્યું શનિવાર રાત્રીના 11 થી સોમવાર સવારે 5 વાગ્યા સુધી અમલી રહેશે. રાજસ્થાનમા એક દિવસનો કર્ફ્યૂ લાગુ કરાયો છે. કોરોનાના કેસો વધતા તંત્ર દ્ધારા નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાતની ત્રીજી લહેરની ઘાતક શરૂઆત થઇ ચૂકી છે. આજે 10 હજારની નજીક કોરોનાના કેસ નોંધાતા હડકંપ મચ્યો છે. આજે 24 કલાકમાં 9177 કેસ નોંધાયા છે, તો 7 દર્દીના મોત થયા છે. તો કોરોનાને માત આપીનો આજે કુલ 5404 દર્દી ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદમાં સૌથી વધુ 2666 કેસ સુરતમાં 2497 કેસ, વડોદરામાં 1298 કેસ, રાજકોટમાં 587 કેસ,ભાવનગરમાં 295 કેસ, ગાંધીનગરમાં 320 કેસ નોંધાય છે. આજે ઓમિક્રોનનો એકપણ કેસ નોંધાયો નથી.હાલ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 59564 પહોંચી ગઇ છે. હાલ ગુજરાતમાં કુલ 60 દર્દીઓ વેન્ટિલેટર પર છે, બાકીના તમામ સ્ટેબલ છે

(12:05 am IST)