ગુજરાત
News of Saturday, 15th January 2022

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના બહેનને 108ની ટીમે માત્ર 25 મિનિટમાં કે.ડી હોસ્પિટલે પહોંચાડ્યા

ગૃહમંત્રીએ 108ના સ્ટાફ અને સમગ્ર સેવાનો આભાર વ્યક્ત કર્યો : કહ્યું પેરામેડિકલ સ્ટાફને ખુબ જ સારી સેવા છે

અમદાવાદ : રાજ્યની ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા 108 VIP હોય કે સામાન્ય માણસ લોકોની સેવા કરવા માટે કાર્યરત રહે છે. ઉત્તરાયણના તહેવાર દરમિયાન પણ અકસ્માતોની અનેક ઘટનામાં તે સતત કાર્યરત રહી હતી. ત્યારે અમદાવાદના ઘાટલોડિયાવિસ્તારમાં આવેલા અર્જુન ટાવરમાં રહેતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહના બહેનને માત્ર 25 મિનિટમાં જ કે.ડી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.ત્યાર બાદ અમિતભાઈ  શાહે 108ના સ્ટાફ અને સમગ્ર સેવાનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉપરાંત પેરામેડિકલ સ્ટાફને ખુબ જ સારી સેવા છે તેમ જણાવ્યું હતું

અમિતભાઈ  શાહના બહેનને સમય સર હોસ્પિટલમાં પહોંચાડનારા બોડકદેવ લોકેશનનાં 108 એમ્બ્યુલન્સના પાયલોટ અને પેરામેડિકલ સ્ટાફે મીડિયા સાથે વાતચીત કરી હતી. પાયલોટ રવિન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું કે, 14 તારીખે મારી નાઇટ શિફ્ટ હતી. આઠ વાગ્યે હું નોકરી પર આવ્યો હતો. મારી સાથે એમ્બ્યુલન્સમાં પેરામેડિકલ સ્ટાફમાં પરેશ પટેલ હતા. એક દર્દીનો કોલ પુરો કરી અમારા લોકેશન તરફ જઇ રહ્યા હતા. ત્યારે 09.45 વાગ્યે સુરધારા સર્કલ નજીક પહોંચ્યા હતા. કોલ મળ્યો કે ઘાટલોડીયા સી.પી નગર નજીક આવેલા અર્જુન ટાવરમાં એક ઇમરજન્સી છે.

જેથી તત્કાલ ત્યાં જવા માટે રવાના થયા હતા. આશરે આઠેક મિનિટમાં અમે અર્જુન ટાવર પહોંચ્યા હતા. જ્યાં નીચે મોટુ ટોળું હતું અને અમે પુછતા તેમણે કહ્યું કે, ઉપર જ દર્દી છે. જો કે લોકોએ અમને જણાવ્યું હતું કે દર્દી અમિત શાહના બહેન છે. દર્દી છઠ્ઠા માળે હોવાથી અમે તત્કાલ તેમને લેવા માટે પહોંચ્યા હતા. ત્યાં તેઓને ચક્કર આવ્યા હોવાનું અને સતત ઉલટીઓ થવાના કારણે તેઓ અર્ધબેભાનાવસ્થામાં હોવાનું પણ સામે આવ્યું હતું.

કે.ડી હોસ્પિટલ ખાતે તેમને પહોંચાડ્યા હતા. વ્હીલચેર પરથી જ છઠ્ઠા માળેથી નીચે ઉતાર્યા હતા. 108 ની મદદથી તેમને કેડી હોસ્પિટલ લઇ ગયા હતા. 10 મિનિટમાં તેમને કે.ડી હોસ્પિટલ લઇ જવાયા હતા. કિડની હોસ્પિટલ દ્વારા રજિસ્ટ્રેશન લઇને એમ્બ્યુલન્સ સુધી આવે તે પહેલા જ અમારા સ્ટ્રેચર દ્વારા જ ઇમરજન્સી વોર્ડ સુધી લઇ ગયા હતા. અમિતભાઈ  શાહે આ કામગીરીની નોંધ લેતા 108ની સમગ્ર ટીમ અને બહેનને કેડી હોસ્પિટલ લઇ જનારા સમગ્ર સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.

(10:43 pm IST)