ગુજરાત
News of Saturday, 15th January 2022

વડોદરા:મકરપુરાની જી.આઈ.ડી.સીમા સોનાના દાગીનાની ચોરી કરનાર ટોળકી વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: મકરપુરાની જી.આઇ.ડી.સી.કોલોનીમાં ધોળે દહાડે ત્રાટકેલી ચોર ટોળકી સોનાના દાગીના અને રોકડા ૪૫ હજાર ચોરી ગઇ હતી.જે અંગે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

મકરપુરા જી.આઇ.ડી.સી.કોલોનીમાં રહેતી પ્રિયંકા  પ્રશાંતભાઇ મહાલાણાબેસ હરિયાણાની  ક્રુણાલ કોનકેન પ્રા.લી.કંપનીમાં સિનિયર સ્પેસિફિકેશન મેનેજર તરીકે નોકરી કરે છે.અને તેમના પિતાનુ મકરપુરા જી.આઇ.ડી.સી.માં વિરપ ઇલેક્ટ્રિકલ્સ નામનું કારખાનું છે.ગત તા.૭ મી જાન્યુઆરીએ બપોરે પોણા ત્રણ વાગ્યે પ્રિયંકા ઘર બંધ કરીને કંપનીની મીટિંગમાં ગેંડાસર્કલ ગઇ હતી.અને તેના  પિતા કારખાના પર ગયા હતા.તે દરમિયાન તેમના ઘરના પાછળના ભાગે લાકડાનો  દરવાજો તોડીને ચોર ટોળકી સોનાના બંગડી,બે જોડ બુટ્ટી,એક વીંટી અને રોકડા ૪૫ હજાર મળીને કુલ રૃપિયા ૧.૧૦ લાખની મત્તા ચોરી ગઇ હતી.જે અંગે પ્રિયંકાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.ધોળે દહાડે ચોરી કરનાર ચોર ટોળકીની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

(6:14 pm IST)