News of Saturday, 15th January 2022
વડોદરા:વાઘોડિયા રોડ નજીક જાહેરમાં ઢોર રખડતા મુકનાર બે પશુમાલિક વિરુદ્ધ ગુનો દાખલ
વડોદરા: વાઘોડિયા રોડ તથા કિશનવાડી પાસે જાહેરમાં ઢોર રખડતા મુકનાર બે પશુમાલિક સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે.કોર્પોરેશનનો સ્ટાફ ગત ૧૧ મી તારીખે વાઘોડિયારોડ રખડતો ઢોર પકડવા માટે ગયો હતો.તે દરમિયાન વૈકુંઠ ચાર રસ્તા નજીક હીરાબાનગર પાસેથી ત્રણ રખડતા ઢોર પકડીને ડબામાં પૂર્યા હતા.આ રખડતા ઢોર છોડાવવા માટે આવેલા પશુમાલિક તેજા રામાભાઇ ભરવાડ (રહે.જલારામનગર,વાઘોડિયારોડ)ની સામે બાપોદ પોલીસે ગુનો દાખલ કર્યો છે.જ્યારે અન્ય એક બનાવમાં ગત ૧૦ તારીખે કોર્પોરેશનના સ્ટાફે કિશનવાડી વુડાના મકાનો પાસેથી ત્રણ રખડતા ઢોર પકડયા હતા.આ ઢોરને છોડાવવા માટે આવેલા પશુમાલિક ગોપાલકુમાર સામંતભાઇ ગઢવી (રહે.કંકુબા ચોક,કિશનવાડી)ની સામે વારસિયા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
(6:12 pm IST)