ગુજરાત
News of Saturday, 15th January 2022

અમદાવાદના નરોડામાં મિત્રના ઘરે જતા પ્રિયાંક પારેખના ગળામાં દોરી ફસાઇઃ 17 ટાંકા લેવા પડયાઃ નવજીવન મળ્‍યુ

એકથી દોઢ કલાકની તબીબોની સારવાર બાદ યુવક ખતરાની બહાર

અમદાવાદ: શહેરના નરોડા રહેતા 21 વર્ષીય ટુ વ્હીલર પર વખતે દોરીથી ગળુ કપાતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. ગંભીર રીતે ઘાયલ પ્રિયાંક પારેખ નામના યુવકને એક અજાણ્યા વ્યક્તિને સનરાઇઝ હોસ્પિટલમાં તત્કાલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ ઇમરજન્સી સારવાર કરીને પ્રિયાંકનું ઓપરેશન કર્યું હતું. પ્રિયાંકને હોસ્પિટલ લવાયો ત્યારે તેના ગળામાં ઉંડો ઘા વાગ્યો હોવાનાં કારણે ખુબ જ લોહી વહી ગયું હતું. બ્લડપ્રેશર પણ લો થઇ ગયું હતું. પ્રાથમિક સારવાર બાદ હાલ તે સ્વસ્થય હોવાનું ડોક્ટર્સ દ્વારા જણાવાયું હતું.

પ્રિયાંકે આ અંગે જણાવ્યું કે, સવારે ફ્રેન્ડના ઘરે બાઇક લઇને જઇ રહ્યો હતો ત્યારે અચાનક ગળામાં દોરી ભરાઇ ગઇ હતી. બાઇક ઉભી રાખી હતી અને મારી બાજુના એક વ્યક્તિએ મને ખુબ જ લોહી વહી રહ્યું હોઇ રુમાલ આપ્યો હતો. મને હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં મારી તત્કાલ સારવાર કરવામાં આવી હતી. અંદર 7 અને બહાર 10 એમ કુલ 17 ટાંકા આવ્યા હતા.

આ અંગે સારવાર કરનાર ડોક્ટરે જણાવ્યું કે, આજે સવારે 9 થી 9.30 વચ્ચે એક અજાણ્યો વ્યક્તિ દર્દીને લઇને આવ્યો હતો. પેશન્ટનાં ગળામાં દોરી વાગવાને કારણે ખુબ જ લોહી વહી રહ્યું હતું. અમે પેશન્ટને લોહીની બોટલ ચડાવી બ્લિડીંગ બંધ થાય તે માટેનું ઇન્જેક્શન અપાયા પછી ઓપરેશન થિયેટરમાં બહારની સાઇડ 10 ટાંકા લેવા પડ્યાં હતા. એકથી દોઢ કલાકની અંદર પેશન્ટ ખતરાની બહાર આવી ગયો હતો.

(5:22 pm IST)