ગુજરાત
News of Saturday, 15th January 2022

ગુજરાતના પોલીસ સ્‍ટાફને કોરોના સમયે તાત્‍કાલિક માર્ગદર્શન દવાઓ માટે હેલ્‍પ લાઇન નંબર જાહેર

રાજ્‍યના લો એન્‍ડ ઓર્ડર વડા નરસિંહમા કોમાર દ્વારા તાકીદના પગલાંઓ, મૂંઝવણ દૂર કરવામાં આવી

રાજકોટ તા.૧૫,  કોરોનાં મહામારી પિક પર આવતા સાથે લોકો કરફયુ સમયે ઘર બહાર રહી જાતે સંક્રમિત બનવા સાથે પોતાના અને પોતાના પરિવારનો જાન જોખમમાં ન મૂકે તે માટે પોતાના અને પરિવારના જાનના જોખમે ફરજ બજાવતા પોલીસ સ્‍ટાફ સંક્રમિત બની રહ્યો છે ત્‍યારે સાવચેતીના ભાગરૂપે પોલીસ સ્‍ટાફને જરૂરી સલાહ તાત્‍કાલિક મળવા સાથે જરૂરી દવા અને માર્ગદર્શન મેળવી શકે તે માટે રાજ્‍યના લો એન્‍ડ ઓર્ડર વડા નરસિંહમા કોમાર દ્વારા કે જે માનવીય અભિગમ માટે જાણીતા છે તે દ્વારા પોલીસ તંત્ર માટે હેલ્‍પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્‍યા છે.                                                 
 રાજ્‍યના લો એન્‍ડ ઓર્ડર વડા નરસિંહમા કોમર દ્વારા જાહેર કરવામાં આવેલ પરિપત્ર મુજબ સોમચંદ ડોસાભાઈ ટ્રસ્‍ટ અમદાવાદ દ્વારા આ સુવિધા આપવામાં આવી હોવાનું જણાવ્‍યું છે,પરિપત્રની વિસ્‍તળત વિગત આ પ્રમાણે છે.
 સોમભાઇ ડોસાભાઇ ચેરીટેબલ ટ્રસ્‍ટ, અમદાવાદ દ્વારા ‘ગ્‍લોબલ ટેલીમેડીસીન નેટવર્ક' (જીટીએન) એન્‍ડ્રોઇડ ફોનના ટેલીમેડીસીન ચસોફ્‌ટવે૨ થકી તથા ટ્રસ્‍ટની જુદી જુદી ઓફિસથી ટેલી હેલ્‍થ કેર સિસ્‍ટમ થકી અથવા શહેર, જીલ્લા અને ખાસ એકમોમાં ફરજ બજાવતાં તમામ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના કુટુંબના સભ્‍યોને પોતપોતાના ફોન થકી સંપૂર્ણ આરોગ્‍ય સેવાનો લાભ, હાલના કોવિડ-૧૯ના નવા ઓમીક્રોન વેરીયન્‍ટ સહિત તા. ૧૦/૦૧/૨૦૨૨ થી ૨૪×૭ના ધોરણે દિવસ ઉપલબ્‍ધ કરવામાં આવી રહેલ છે. ટેલીમેડીસીન અને ટેલીહેલ્‍થકેરની સુવિધા ઉપલબ્‍ધ કરવા માટે ઓડીયો તથા વિડીયો કોલ કરવા માટે હેલ્‍પલાઇન નંબર આ મુજબ છે. (૧) ૭૫૭૪૮ ૫૯૩૦૦ (૨) ૭૫૭૪૮ ૫૯૩૦૧ (૩) ૭૫૭૪૮ ૫૯૩૦૨ (૪) ૭૫૭૪૫ ૮૯૩૦૩ (૫) ૭૫૭૪૮ ૫૯૩૦૪ (૬) ૭૫૭૪૮ ૫૯૩૦૫ ઉપરોકત બાબતે ફરજ બજાવતા તમામ પોલીસ અધિકારીઓ કર્મચારીઓને જાણ કરવા વિનંતી છે. ઉપરોકત નંબર ઉપર ફોન કરી ડોકટર સાથે વાતચીત અને દવાઓ ડીજીપી ઓફીસ ગાંધીનગર અને સીપી ઓફીસ અમદાવાદ ખાતેથી લઇ શકાશે. આ અંગે વધુ જરૂરીયાત જણાય તો શ્રી બી.એસ. ખરાડી, પોલીસ ઇન્‍સ્‍પેકટર અને બિલ્‍ડીંગ ઓફીસર મો.૮૧૪૧૨ ૨૩૮૯૦ ગુજરાત રાજયનાઓનો સંપર્ક કરવા વિનંતી કરાઇ છે.

 

(12:33 pm IST)