ગુજરાત
News of Saturday, 15th January 2022

પાટણના સરસ્વતી તાલુકામાં સરિયદ ગામની સીમમાં દીપડા જેવુ પ્રાણી દેખાતા લોકોમાં ભય

વનવિભાગને જાણ કરાતા ગામમાં પાજરૂં મૂકી દીપડાને પકડવાની કવાયત હાથ ધરી

પાટણના સરસ્વતી તાલુકામાં સરિયદ ગામની સીમમાં દીપડા જેવુ પ્રાણી દેખાતા રહીશોમાં ભય ફેલાયો છે. આ ઘટના બાદ વનવિભાગને જાણ કરાઈ હતી. દીપડો હોવાની માહીતી મળતા વનવિભાગ તરત એકશનમાં આવ્યું હતું. અને ગામમાં પાજરૂં મૂકી દીપડાને પકડવાની કવાયત હાથ ધરી છે

(11:15 am IST)