ગુજરાત
News of Saturday, 15th January 2022

રાજપીપળા પો.સ્ટે.ના ઇન્ચાર્જ P.I સહિતના PSIની આંતરિક બદલી કરતા જિલ્લા પોલીસ વડા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :નર્મદા જિલ્લા પોલીસ અધિકારી હિમકરસિહે જિલ્લામાં પીએસઆઇની આંતરિક બદલી કરી કાયદો અને વયસ્થા વધુ સફળ બનાવવા પગલું લીધું છે.
હાલમાં આંતરિક બદલી કરાયેલા પોલીસ અધિકારીઓમાં રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ઇન્ચાર્જ પી.આઈ.તરીકે ફરજ બજાવતા એમ.બી.ચૌહાણ ને ગરડેશ્વર પો.સ્ટે.માં, રાજપીપળા પો.સ્ટે.માં પી.આઈ.તરીકે જી.જે.ચૌધરી ને મુકવામાં આવ્યા છે જ્યારે રાજપીપળા પીએસઆઇ બી. એસ. પટેલ ને ડેડીયાપાડા તેમજ ડેડીયાપાડા પીએસઆઇ એચ.વી.તડવી ને રાજપીપળા પીએસઆઇ તરીકે આંતરિક બદલી ના હુકમ કરવામાં આવ્યા છે.

(11:08 am IST)