ગુજરાત
News of Saturday, 15th January 2022

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઓનલાઈન અને ઓફલાઈન પરીક્ષા આપી શકશે

કોરોના સંક્રમણના જોખમને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીએ આ નિર્ણય કર્યો

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઓનલાઈન અને ઓફલાઈન પરીક્ષા આપી શકશે. કોરોના સંક્રમણના જોખમને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીએ આ નિર્ણય કર્યો હતો.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમના સેમેસ્ટર 3ની MCQ પદ્ધતિથી પરીક્ષા શરૂ થવાની છે. આ પરીક્ષા 20મી જાન્યુઆરીથી ઓફલાઈન થવાની છે પરંતુ હવે વિદ્યાર્થીઓ ઓફલાઈન કે ઓફલાઈન પરીક્ષાનો વિકલ્પ પસંદ કરી શકશે.

ઓનલાઈન પરીક્ષા અંગેની અલગ ગાઈડલાઈન અને પરીક્ષાના કાર્યક્રમો યુનિવર્સિટીની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે

(12:14 am IST)