ગુજરાત
News of Friday, 15th January 2021

આણંદમાં યુવતીએ પ્રેમસંબંધ રાખવાની ના કહેતા યુવકે જબરદસ્તી એસિડ પીવડાવતા નરાધમ વિરુદ્ધ ગુનો દાખલ

આણંદ:શહેરની નાની ખોડીયાર ગંગદેવનગર વિસ્તારમાં આવેલી બાપા સીતારામ સોસાયટીમાં રહેતી એક સગીરાએ પ્રેમ કરવાની ના પાડતાં જ ઉશ્કેરાયેલા યુવાને તેણીને જબરજસ્તીથી એસીડ પીવડાવી દીધુ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતાં જ ચકચાર મચી જવા પામી છે. આ અંગે શહેર પોલીસે ગુનો દાખલ કરીને નરાધમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર બાપા સીતારામ સોસાયટીમાં રહેતી એક ૧૬ વર્ષ અને પાંચ મહિનાની ઉંમર ધરાવતી સગીરાને નજીકમાં જ રહેતો અજય છગનભાઈ નાયક (બજાણીયા)છેલ્લાં કેટલાય સમયથી રસ્તે જતા આવતા હેરાન પરેશાન કરતો હતો અને તેણીને પ્રેમસંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો પરંતુ સગીરા તેને મચક આપતો નહોતો. આ અંગે સગીરાના પરિવારજનોને ખબર પડતાં જ તેણીના પિતાએ અજયને ઠપકો પણ આપતી નહતી. તેમ છતાં પણ અજયે પોતાની પ્રવૃત્તિ ચાલુ જ રાખી હતી.

(5:11 pm IST)