ગુજરાત
News of Wednesday, 15th January 2020

સ્ટેચ્યું ઓફ યુનિટી સામે સ્થાનિક વેપારીઓને હટાવવા મુદ્દે વિરોધ બાદ સ્થાનિકોએ સ્વયંભૂ દુકાનો બંધ રાખી

પાર્કિંગ બાબતે પોલીસ સાથે સ્થાનિકોનું ઘર્ષણ :પોલીસે સ્થાનિકો સાથે ગાળાગાળી કરતા વિરોધમાં સ્થાનિકોએ સ્વયંભૂ બંધ કરી વિરોધ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : SOU સામેથી સ્થાનિક દુકાનદારોને હટાવતા વિરોધ જોવા મળ્યો, પાર્કિંગ બાબતે પોલીસ સાથે સ્થાનિકોનું ઘર્ષણ થતા પોલીસે પણ સ્થાનિકો સાથે ગાળાગાળી કરતા વિરોધમાં સ્થાનિકોએ દુકાનો સ્વયંભૂ બંધ કરી વિરોધ નોંધાવ્યો છે. પથારા વાળાનો સામાન લઇ ગયા અને બંધ કરવાની સૂચના આપતા લોકોએ વિરોધ નોંધાવ્યો હતો

  પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લાના વિકાસને વેગ આપવા સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કર્યું હવે સ્થાનિકો આઉટ થતા જાય છે અને નેતાઓ,મૂડી પતિ ઓ કેવડિયામાં પાર્કિંગ ભાડે લઈ રહ્યા છે,ભાડા પટ્ટે હોટેલો,રિસોર્ટો લઈ રહ્યા છે.ત્યારે શ્રેષ્ઠ ભારત ભવન પાસે અંદાજિત 200 જેટલા સ્થાનિકો રોજગારી મેળવતા હતા જેમને સરકાર દ્વારા હટાવી દેવાયા છે.ત્યાં હાલ એમ બને છે કે ટિકિટ લેવા લાંબી કતાર લાગે છે પણ પ્રવસીઓને ખાવા એક પડીકું મળતું નથી, પીવા પાણીનો ગ્લાસ મળતો નથી જેનાથી આજે પ્રવાસીઓ હેરાન થાય છે

  , બીજી બાજુ મૂડીપતિઓના ફૂડ કોર્ટ પ્રવાસીઓને પરવડે તેમ નથી ત્યારે મૂડીપતિઓને પોષવા SOU સામે પોતાની જમીનમાં ધંધો રોજગાર કરી ખાતા સ્થાનિકોને ફરી હટાવવાની વાતો કરે છે, બીજી બાજુ ટ્રાફિક પોલીસ જાણે પાર્કિંગ વાળાનું કામ કરતા હોય એમ ગમે ત્યાં પાર્કિંગ કરેલી ગાડીઓ ઉઠાવી જાય છે હવા કાઢી નાંખી પ્રવાસીઓને હેરાન કરે છે. તો પોલીસને પ્રવાસીઓની સેવા સલામતી માટે મૂકી છે કે મુશ્કેલી વધારવા, છેક મંદિર પાસે મુકેલી ગાડીઓને પણ હટાવવા પોલીસ દોડાદોડ કરી રહી છે. જેથી સ્થાનિકો અને પ્રવસીઓમાં પણ રોષ ફેલાયો જે બાબતે વિરોધ કરવા સ્થાનિકોએ બંધ પાળી વિરોધ કર્યો હતો

અત્યાર સુધી પાર્કિંગ ફ્રી હતું ત્યાં સુધી ગમે ત્યાં સાઈડ પર ગાડી પાર્કિંગ કરતા હતા. SOU ની સામે પણ જગ્યા ઘણી છે જેતે દુકાનદારોને તકલીફ નથી સ્થાનિક પ્રવાસીઓ ગાડીઓ મૂકે છે. અત્યાર સુધી ટ્રાફિક ની સમસ્યા ઉભી થઇ નથી. હવે જયારે પાર્કિંગ માટેના રૂપિયા લેવાતા થયા એટલે બહાર ગાડીઓ મૂકે તો કોન્ટ્રાક્ટરને નુકસાન ના થાય એ માટે ક્યાંય પ્રવાસીઓને ગાડી મુકવા દેતા નથી ટ્રાફિક પોલીસ ટોચન કરી ને લઇ જાય છે. શું જિલ્લા ટ્રાફિક પોલીસને આજ કામ રહી ગયું છે ? પ્રવાસીઓ અને સ્થાનિકોમાં તેમની કામગીરી પ્રત્યે ભારે રોષ વધી રહ્યો છે.

(8:44 pm IST)