ગુજરાત
News of Wednesday, 15th January 2020

અમદાવાદના મહિલાએ ઓનલાઇન ફ્લિપકાર્ટ મારફત મંગાવ્યું દેશી ઘી :પાર્સલમાંથી નીકળી ઈટ

ડિલીવરી બોય ભાગે એ પહેલા જ મહિલાએ તેને રૂમમાં પુરી દીધો: પોલીસ બોલાવી

અમદાવાદ : ઓનલાઇન ખરીદી કરનારા માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના નારોલ વિસ્તારમાં રહેતી મહિલાએ ઓનલાઇન ફ્લીપકાર્ટ મારફતે દેશી ઘી મંગાવ્યું હતુ.

જો કે દેશી ઘી તો ન આવ્યું પરંતુ ઘીના બદલે પાર્સલમાંથી ઇંટ નીકળી હતી. જો કે ડિલીવરી બોય ભાગેએ પહેલા જ મહિલાએ તેને રૂમમાં પુરી દીધો હતો.

અને ત્યારબાદ પોલીસને બોલાવી હતી. ત્યારબાદ ફ્લિપકાર્ટ કંપની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ હતી.

(8:16 pm IST)