ગુજરાત
News of Wednesday, 15th January 2020

જંબુસર વડોદરા હાઇવે પર ઉચ્છદ ગામ પાસે અજાણ્યા વાહનની અડફેટે બાઈકચાલકનું ઘટના સ્થળે કરૂણમોત

ડ્રાઇવીંગ લાઇસન્સના આધારે બાઈક ચાલક વડોદરાના સમા વિસ્તારનો રહેવાસી લાલુ માળી હોવાનું ખુલ્યું

વડોદરા : જંબુસર વડોદરા હાઇવે ઉપર ઉચ્છદ ગામ પાસેના બસ સ્ટેન્ડ પર કોઇ અજાણ્યા વાહને રોડ ઉપરથી પસાર થતા બાઇક ચાલકને ટક્કર મારતા ગંભીર ઇજાઓના પગલે બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયું હતું.

   બાઈક ચાલક પાસેથી મળેલ ડ્રાઇવીંગ લાઇસન્સમાં આ બાઈક ચાલક વડોદરાના સમા વિસ્તારનો રહેવાસી લાલુ માળી હોવાનું બહાર આવ્યું છે. આ ઘટનામાં અજાણયો વાહન ચાલક ટક્કર મારી ફરાર થઇ ગયો હતો

 . અકસ્માત આ બનાવના પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા.ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી મૃતકના વાલીવારસોને જાણ કરવા સહિત ટક્કર મારી ફરાર થયેલ વાહનચાલકની શોધ આરંભી હતી.

(8:09 pm IST)