ગુજરાત
News of Wednesday, 15th January 2020

કરજણના ખાંધા ગામમાં ભૂરાંટા બનેલા કપિરાજનો આતંક : 25થી 30 લોકોને બચકા ભર્યા :ગ્રામજનોમાં ભયનો માહોલ

કપિરાજને પકડી પ‍ાંજરે પુરવા જાણ કરતા વનવિભાગ દ્વારા પાંજરૂ મુકાયું

વડોદરાના કરજણ તાલુકાના ખાંધા ગામમાં ભુરાટા બનેલા કપિરાજના આતંકથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવાયો છે વનવિભાગ દ્વારા વહેલી તકે આતંક મચાવનાર કપિરાજને પકડી ગ્રામજનોને ભયમુક્ત કરાવવાની માંગ ઉઠવા પામી છે.

  ખાંધા ગામમાં છેલ્લા બે ત્રણ દિવસથી એક ભુરાટા બનેલા કપિરાજે આતંક મચાવતા ગ્રામજનોમાં ભારે દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ કપિરાજે પચ્ચીસથી ત્રીસ લોકોને બચકા ભર્યા છે.

  કપિરાજને પકડી પ‍ાંજરે પુરવા બાબતે વનવિભાગને જાણ કરતા વનવિભાગ દ્વારા ખાંધા ગામમાં પાંજરૂ મુકાયું છે. પણ હજુ સુધી ભુરાટો બનેલો કપિરાજ પકડાયો નથી. ગામમાં લગ્ન પ્રસંગ હોઇ વહેલી તકે કપિરાજને પકડી પાડવા ગ્રામજનો દ્વારા માંગ ઉઠવા પામી છે

  . વહેલી તકે જબ્બે કરી ગ્રામજનોને ભયમુક્ત કરાવવા ખાંધા ગામના સ્થાનિકો દ્વારા માંગ ઉઠવા પામી છે.

(7:29 pm IST)