ગુજરાત
News of Wednesday, 15th January 2020

અમદાવાદના બોપલમાં 22 વર્ષીય યુવાનની હત્યા: બીજે દિવસે ભેદી સંજોગોમાં લાશ મળી આવતા તપાસ હાથ ધરાઈ

અમદાવાદ: શહેરના બોપલ સ્ટર્લિંગ સિટીમાં એક યુવાનની હત્યાથી ચકચાર મચી જવા પામી છે. વાસી ઉત્તરાયણની વહેલી સવારે યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. મૃતક ઉત્તરાયણની મોડી રાત્રે એક્ટિવા લઈને પોતાના ઘરેથી નીકળ્યો હતો. અને ચોંકાવનારી વાત છે કે, તેની લાશ તેના એક્ટિવાથી એક કિમી દૂરથી મળી હતી. યુવાનની હત્યા કેમ કરવામાં આવી તેને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે. અને સવાલોના જવાબ મેળવવા માટે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ઘટનાની વિગતમાં વાત કરીએ તો, 23 વર્ષીય મયંક ધીરૂભાઈ ગોસ્વામીની બોપલની સ્ટર્લિંગ સિટીમાં મામા સાથે રહેતો હતો. અને અદ્વેત હોસ્પિટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતો હતો. વાસી ઉત્તરાયણની વહેલી સવારે સિક્યોરિટી ગાર્ડે મયંકની લાશ જોઈ તેણે તાત્કાલિક પોલીસને ફોન કર્યો હતો. ઉપરાંત મયંકને ગત મોડી રાત્રે એક સિક્યોરિટી ગાર્ડે દોડતાં પણ જોયો હતો. મયંકનાં પગ અને માથાના ભાગે ઈજાના નિશાન મળી આવ્યા હતા.

(5:34 pm IST)