ગુજરાત
News of Wednesday, 15th January 2020

વડોદરા સહીત પંચમહાલ જિલ્લામાંથી જુદી જુદી કંપનીઓને નિશાન બનાવી કોપર સહીત અન્ય સમાનની ઉઠાંતરી કરનાર બે વેપારીને એલસીબીએ ઝડપી પાડ્યા

વડોદરા:તેમજ પંચમહાલ જિલ્લામાં આવેલી વિવિધ કંપનીઓમાંથી કોપર સહિત અન્ય સામાનની ઉઠાંતરી કરતી ગેંગના સાત સાગરીતો તેમજ  ભંગારના બે વેપારીને જિલ્લા એલસીબીએ ઝડપી પાડયા છે.

અંગેની વિગત એવી છે કે તાજેતરમાં તા.૯ના રોજ વાઘોડિયા તાલુકાના કામરોલ ગામની સીમમાં ફીનાલ્કો ઇન્ડિયા કંપનીમાંથી ૧૮૩૬ કિલોગ્રામ કોપરની ચોરી થઇ હતી. ગુનાની તપાસમાં જિલ્લા એલસીબી પણ જોતરાયું હતું. દરમિયાન એવી બાતમી મળી હતી કે ફીનાલ્કો કંપનીમાંથી જે કોપરની ચોરી થઇ છે તે ચોરીનો મુદ્દામાલ ખરીદનાર ભંગારવાળા તેમજ ચોરો પૈસાની લેતીદેતી માટે ભેગા થનાર છે.

બાતમી મુજબ પોલીસ સ્ટાફે જરોદ ચોકડી પાસે વોચ ગોઠવી પંચમહાલ જિલ્લામાં રહેતા સાત શખ્સોને ઝડપી પાડયા  હતાં. સાત પૈકી રમેશ ઉર્ફે રુસ્તમની પૂછપરછ કરતા ચાર દિવસ પહેલા ફીનાલ્કો કંપનીમાંથી સાગરીતો કિશન, અશોક, સુનીલ, બાદલ, શૈલેષ તેમજ અન્ય મિત્રો પુથ્વીરાજસિંહ પરમાર સહિત ચાર જણાએ ભેગા મળીને કંપનીમાંથી ચોરીની કબુલાત કરી હતી. કોપરનો મુદ્દામાલ ભંગારના વેપારી જગદીશચન્દ્ર છોગાજી ખટીકને આપેલ હોવાનું જણાવ્યું હતું

 

(5:31 pm IST)