ગુજરાત
News of Wednesday, 15th January 2020

અમદાવાદ: રામોલ રિંગરોડ પર પતંગની દોરીથી બચવા જતા બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત: એક ચાલકનું મોત:એક ઈજાગ્રસ્ત

અમદાવાદ: શહેરના રામોલ  રિંગરોડ પર પતંગના દોરાથી બચવા જતાં બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાઇક સવારનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે. જ્યારે અન્ય બાઇક સવારને ઇજા થતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાયો હતો. દરમિયાન અન્ય બાઈક ચાલકોને પણ સામાન્ય ઈજાઓ થઈ હતી.

જોકે અહીં બંને બાઇક અથડાતા રસ્તા પર થેલામાંથી દારૂની બોટલો પડી ગઇ હતી આના પરથી આશંકા સેવાઈ રહી છે કે, દારૂની ખેપ મારતા રસ્તામાં અકસ્માત સર્જાયો હશે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

સિવાય ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન રાજ્યમાં કેટલાક અકસ્માત સર્જાયા છે. જેમાં ભરૂચમાં નારાયણનગરમાં 10 વર્ષીય બાળકી ધાબા પરથી પટકાઈ હતી. અંકલેશ્વરમાં 10 વર્ષનો બાળક ધાબા પરથી પટકાયો હતો. વડોદરામાં પતંગ ચગાવતા યુવક સાતમાં માળેથી પટકાતા મોતને ભેટ્યો. મક્તમપુર રોડ પર બાઈક ચાલકને ઈજા પહોંચી હતી. દોરીથી યુવકનું ગળુ કપાતા સારવાર અર્થે ખસેડાયો હતો. ઝઘડિયાના નાના સાંજા ગામમાં યુવતીને કરંટ લાગ્યો છે. ડી.જે. સ્પીકર ચાલુ કરવા જતાં યુવકીને કરંટ લાગ્યો હતો.

(5:31 pm IST)