ડેડીયાપાડામાં ૭ વર્ષની માસૂમ બાળકીના અપહરણ બાદ બળાત્કારની ઘટના બનતા અરેરાટી
નાનપણથી માતાની છત્રછાયા ગુમાવનાર બાળકી પોતાના મામા-મામી સાથે રહેતી હતી ત્યાં હવસનો શિકાર બની:ફળીયામા જ રહેતા એક યુવાને પૈસાની લાલચ આપી ખેતરમાં લઈ જઈ બળાત્કાર ગુજાયૉ :ગણતરીના સમયમાં પોલીસે હવસખોર યુવાનને દબોચી લીધો
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં સાત વર્ષની માસૂમ બાળકીને પૈસાની લાલચ આપી ફળિયામાં રહેતા યુવાને બળાત્કાર કર્યાની ઘટનાથી તે વિસ્તારમાં અરેરાટી ફેલાઈ હતી.
પ્રાપ્ત માહિતી મુજબ ડેડીયાપાડાની જન્મથી માતાની છત્રછાયા ગુમાવનાર અને પોતાના મામાને ત્યાં રહેતી ૭ વર્ષની માસૂમ બાળકીનું પૈસાની લાલચે ફળિયાના યુવાને અપહરણ કર્યું ત્યારબાદ નજીકના ખેતરમાં લઈ જઈ બળાત્કાર કર્યાની ફરિયાદ ભોગ બનનાર બાળકીની મામીએ પોલીસ મથકે આપી હતી.
જેમાં તેમના ફળિયાનો હવસખોર નિતેશ વસાવા તેમના ઘરે આવી ભાણેજને પૈસાની લાલચ આપી શારીરિક અડપલા કરી તેમના ઘરની પાછળના ખેતરમાં લઇ જઇ બળાત્કાર કરી નાસી છૂટ્યો હતો
આ બાબતની જાણ બાળકીના મામા મામીને થતા બાળકીની મામીએ ડેડીયાપાડા પો.સ્ટે.માં નિતેશ વસાવા વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગણતરીના કલાકોમાં નિતેશને દબોચી લીધા બાદ જેલ હવાલે કર્યો હતો.હાલ બાળકીની મેડિકલ તપાસ ચાલુ હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.