ગુજરાત
News of Wednesday, 15th January 2020

વિરમગામમાં જીવદયા પ્રેમીઓએ ઉતરાયણ પર્વના 2 દિવસમા પતંગની દોરીથી ઘાયલ 20 પક્ષીઓને સારવાર આપી જીવ બચાવ્યા

કબુતર, સમળી કોયલ સહિતના પક્ષીઓની જીવદયા પ્રેમીઓ દ્વારા સારવાર આપવામાં આવી: 2 દિવસમાં 5 જેટલા કબુતરો ધાતક દોરીથી વઘુ ઇજા થતા મોત નિપજ્યાં

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :ઉત્તરાયણના તહેવાર દરમ્યાન અનેક પક્ષીઓ પતંગ દોરીમાં ફસાઇને ઘાયલ થાય છે અને જો પક્ષીઓને તાત્કાલીક જરૂરી સારવાર આપવામાં ન આવે તો ઘાયલ પક્ષીનું મૃત્યુ પણ થઇ શકે છે. 

  વિરમગામ શહેર સહિત પંથકમાં ઉતરાયણના તહેવાર દરમ્યાન પતંગની દોરીથી, તેમજ વીજ કરંટથી ઘાયલ થયેલા પક્ષીઓને સારવાર આપવા માટે વિરમગામ ગૌરક્ષા દળ અને શ્રી શાંતીનાથ જૈન મિત્રમંડળ દ્વારા પક્ષી બચાવો જીવદયા અભિયાન ચલાવવામાં આવ્યું હતું.      વિરમગામમાં જીવદયા પ્રેમીઓ દ્વારા આગામી 14 અને 15 જાન્યુઆરી (ઉતરાયણ અને વાસી ઉતરાયણ)ના દિવસે ઇજાગ્રસ્ત પક્ષીઓ માટે હેલ્પલાઇન સારવાર કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હતા. વિરમગામમાં (1) શાંતિનાથ દેરાસર પાસે (2) ખોડીયાર મંદિર, મુનસર રોડ પાસે ઘાયલ પક્ષી માટે સારવાર કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં હતા. જેમા બે દિવસમાં કુલ 20 ઘાયલ પક્ષીઓની સારવાર આપવામાં આવી હતી જેમા 15 થી વુઘ કબુતરો,1 સમળી ,1 કોયલ સહિતના પક્ષીઓની સારવાર કરાઇ હતી અને સારવાર આપી પક્ષીઓ ને વિરમગામ પાંજરાપોળ મૂકવામા આવ્યાં હતાં

    ઘાયલ પક્ષીઓને સારવાર અપાવવા માટે પશુચિકિત્સક ડો.હર્ષદ પ્રજાપતી, કાન્તિભાઈ ભરવાડ, પ્રવિણભાઇ શાહ, પીયૂષ ગજ્જર, વિપુલભાઇ ગાંઘી, નગીનભાઈ દલવાડી, બિરજુ ગુપ્તા, દશરથ ઠાકોર, દરજી, ઘર્મેશ શ્રીમાળી, જનક સાધુ, જયેન્દ્રસિંહ ગોહીલ સહિતના જીવદયા પ્રેમીઓ સારવાર આપવામાં આવી રહી છે.અને સેવા કાર્યમાં જહેમત ઉઠાવી હતી.

(4:55 pm IST)