ગુજરાત
News of Wednesday, 15th January 2020

નાંદોદના ઢોલર ગામે ઉત્તરાયણના પર્વમાં ભાણીયાને શેરડી ખવડાવવા જતા મામાનું અકસ્માતમાં મોત : ભાણીયાને પણ ઇજા

ગાડીટ ગામનો યુવાન ઢોલર રહેતા ભાણીયાને ઉત્તરાયણમાં શેરડી આપવા બાઈક પર ગયો ત્યાંથી ભણીયા સાથે પરત ફરતા એસટી બસની અડફટે ગંભીર ઇજા બાદ સારવાર દરમિયાન મોત : ભાણીયાને ફેક્ચર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં ઉત્તરાયણના તહેવારમાં અનેક અકસ્માતો થયા જેમાં ગાડીત ગામના યુવાનનું ઢોલર બસ સ્ટેન્ડ પાસે એસટી બસની અડફેટે ગંભીર ઇજા બાદ સારવાર દરમિયાન મોત થયું હતું.

  પ્રાપ્ત માહિતી અનુસાર ગાડીત ગામના અદિપ મનીલાલ ભાઈ વસાવા(૨૨) ઉત્તરાયણના દિવસે ઢોલાર ગામમાં રહેતા પોતાના ભણીયો જીગર ગીરીશભાઈ વસાવા(૧૨)ને શેરડી આપવા બાઈક પર ગયો ત્યાંથી તે જીગરને લઈ પરત ગાડીત આવવા નીકળ્યો ત્યારે ઢોલાર ગામના બસ સ્ટેન્ડ પાસે જ રાજપીપળાથી અંકલેશ્વર તરફ જતી એસટી બસ સાથે અદિપની બાઈક અથડાતા મામા ભાણીયા બંનેને ગંભીર ઇજાઓ થતા રાજપીપળા ખાતે સારવાર બાદ વડોદરા એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન અદિપ વસાવાનું મોત થયું હતું જ્યારે તેના ભાણીયા જીગરને ફેક્ચર થયું હોય તે સારવાર હેઠળ હોય આ બાબતે આમલેથા પોલીસે એસટી બસ નં.GJ,18,Y-5567ના ચાલાક વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(4:18 pm IST)