ગુજરાત
News of Wednesday, 15th January 2020

અનોખો વિરોધ : NRC અને CAAના વિરોધમાં પતંગ ઉડાડયા

અમદાવાદ : શહેરમાં સીએએ, એનઆરસી અને એનપીઆરનો લોકો જાહેર રસ્તા પર વિરોધ ન કરી શકે તે માટે ૧૪૪મી કલમ લગાડવામાં આવી છે. આથી રસ્તા પર ધરણા, રેલી કે પ્રદર્શનો કરી શકાતા નથી. પરંતુ આકાશમાં ૧૪૪મી કલમ ન હોવાથી આ કાળા કાયદાનો વિરોધ કરવા વિવિધ સૂત્રો લખેલા પતંગ ઉડાડવામાં આવ્યા હતા. શાહઆલમ વિસ્તારમાં આવેલ તિરમિઝી હાઇટસના ધાબા પર ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, મ્યુનિસિપલ વિપક્ષના નેતા દિનેશ શર્મા, મ્યુનિસિપલ વિપક્ષના પૂર્વ નેતા બદરૂદ્દીન શેખ, શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલ, મ્યુનિસિપલ કાઉન્સિલરો હાજીભાઇ મિર્ઝા, રૂકસાનાબેન ઘાંચી, એડવોકેટ ઇકબાલ શેખ, પ્રદેશ મહામંત્રી જુનેદ શેખ, દાણીલીમડા વોર્ડ પ્રમુખ ઝફર અજમેરી, બુરહાનુદ્દીન કાદરી સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સીએએનો એનઆરસી, હિંદુ - મુસ્લિમ ભાઇ ભાઇ સીએએ એનઆરસી બાય બાય જેવા સ્લોગન લખેલા પતંગો આકાશમાં ઉડાડી વિરોધ નોંધાવ્યો હતો.

(3:47 pm IST)